રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેગા દબાણ હટાવ ઝુંબેશ, 761 રેંકડી, બેનરો જપ્ત

04:46 PM Dec 29, 2023 IST | Sejal barot
Advertisement

મનપાના જગ્યારોકાણ વિભાગ દ્વારા શહેરના મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિકને અડચણરૂપ રેકડી-કેબીન, પાથરણા તેમજ મંજુરી વગર ઈલેક્ટ્રીક પોલ ઉપર તથા અન્ય સ્થળોએ લગાવવામાં આવેલ બોર્ડબેનર સહિતનો સામાન જપ્ત કરવાની કામગીરી હાથ ધરી આજે મેગા ઝુંબેશ દરમિયાન 761 રેકડીકેબીન બેનરો તેમજ પાથરણા જપ્ત કરી હકર્સઝોનમાંથી સડેલા શાકભાજી-ફૂટ સહિતનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.19/12/2023 થી તારીખ.24/12/2023 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
દબાણ હટાવ વિભાગ દ્વારા આજે એસ્ટ્રોન નાલા પાસે, જીવરાજ પાર્ક, યુનિ.રોડ પંચાયત ચોક, એસ.કે.ચોક, પુષ્કરધામ મેઈન રોડ, ધરાર માર્કેટ, આનંદ બંગલા ચોક પાસે, મવડી મેઈન રોડ, હરીહર ચોક, રામાપિર ચોકડી, નાના મૌવા પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 19 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. લક્ષ્મિનગર નાલા પાસે, આનંદ બંગલા, ગુરુપ્રસાદ ચોક., મવડી મેઈન રોડ, હરિહર ચોક, રેલ્વે જંકશન રોડ, રૈયા રોડ, અમિન માર્ગ, સાધુવાસવાણી રોડ, જીવરાજ પાર્ક, રામાપીર ચોકડી પરથી જુદીજુદી અન્ય 48 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. પુષ્કરધામ મેઈન રોડ, લક્ષ્મિનગર નાલા પાસે, રામાપીર ચોકડી, પંચાયત ચોક, ચંદ્રેશનગર, જીવરાજ પાર્ક, આજીડેમ, રેલ્વે જંકશન રોડ, જ્યુબેલી, પાસેથી 879 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. ઢેબર રોડ, કોઠારીયા રોડ, અમૂલ સર્કલ, યુનિ.રોડ, સંતકબીર રોડ, પેડક રોડ પાસેથી 46 બોર્ડ-બેનર જપ્ત કરેલા હતાં.

Advertisement

Tags :
761 ranksbannersMega pressure removal campaignseized
Advertisement
Next Article
Advertisement