For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજાના પાવઠી ગામેથી ઝડપાયેલ માંસ ગૌવંશનું નિકળ્યું

11:52 AM Dec 25, 2023 IST | Sejal barot
તળાજાના પાવઠી ગામેથી ઝડપાયેલ માંસ ગૌવંશનું નિકળ્યું

ભાવનગર નાં પાવઠી અને તળાજા ના ગૌવંશ રક્ષકોની નીડરતા સાથેની જાગૃતતાના કારણે પાવઠી ગામેથી પોલીસ ને માંસ અને પ્રાણઘાતક હથિયારો નો જથ્થો મળી આવ્યો હતો.એ માંસ નો જથ્થો લેબોરેટરી મા મોકલતા ગૌવંશ નું માસ હોવાનો રિપોર્ટ આવતા તળાજા પોલીસ મથકમા ત્રીજો ગુન્હો નોંધાયો છે.
તળાજા નજીકના પાવઠી ગામે થી ગાય ભરી ને નીકળેલ ત્રણ વ્યક્તિ કતલ ખાને લઈ જવાના કારણે તસ્કરી કરતા હોય તેવા આરોપો સાથે ત્રણેય યુવાનો ને વાહન અને ગાય સાથે પોલીસ મથકે લાવવામાં આવ્યા બાદ ગૌરક્ષકો દ્વારા પાવઠી ગામમા કોઈ વસ્તુઓની હેરફેર કરવામાં આવી રહી છે.જે શંકાસ્પદ બાબત જણાતા પોલીસને જાણ કરતા તળાજા પોલીસે રાત્રે અને દિવસે તપાસ દૌર શરૂૂ ર્ક્યો હતો.
જેમાં પોલીસ ને વલીભાઈ આલમભાઈ જૂણેજા અને કાસમભાઈ આલમભાઈ જૂણેજા ના મકાનની પાછળ ના ભાગે વાડા માંથી સંતાડી ને રાખવામાં આવેલ માંસ અને ફૂટેલા,ફૂટ્યા વગરની ગોળીઓ,બાર બોરની બંદૂક મા ફાયરિંગકરી જીવ લઈ શકાય તેમાટે કામ લાગે તેવા છરા,બંદૂકો સહિતનો જથ્થો હાથ લાગ્યો હતો.જેને લઈ પાવઠી તળાજા પંથકમા સનસનાટી મચી ગઇ હતી.જેના પડઘા વિશ્વહિંદુ પરિષદ, બજરંગદળ મા પડતા યુવાનો તળાજા પોલીસ મથકે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માગ સાથે દોડી આવ્યા હતા.
જે માસ નો જથ્થો મળ્યો હતો તેને લેબોરેટરીમા મોકલવામાં આવતા તેમાનો કેટલોક ગૌવંશ નો હોવાનો રિપોર્ટ આવતા આજે તળાજા પોલીસે વધુએક એટલેકે ત્રીજો ગુન્હો દાખલ કરેલ છે.જેમાં ગાય નું માસ રાખવા બદલ હેડ.કો.સવજીભાઈ બોરીચા એ વલીભાઈ જૂણેજા અને કાસમભાઈ જૂણેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના ને લઈ બજરંગદળ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી હતીકે કસાઈઓ ધંધો બંધ કરી દેજો.ગૌવંશ ની કતલ કરનારને છોડીશુ નહી.
પાવઠી ગામના ગૌપ્રેમીઓ એ જે રીતે વોચ ગોઠવી તેને લઈ ગાયનું માસ અને હથિયારો નો જથ્થો મળી આવ્યો.આ કામ ખરેખર પોલીસની ફરજમાં આવે છેકે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃતિઓ ને ડામવી જોઈએ.તેમ તળાજા કે ભાવનગર પોલીસ કરી શકી નથી. હવે જ્યારે હથિયારો નો જથ્થો મળ્યો છે ત્યારે તેના આરોપીઓ ફરાર થયા છે.ગુન્હો નોંધાયો ને બે દિવસ થવા છતાંય આરોપીઓને પોલિસ પકડી શકી નથી.જેને લઈ પોલીસ ટીકાને પાત્ર બની રહી છે.

Advertisement

નેતાઓની ઉદાશિનતા પ્રજા વચ્ચે આવી ?

તળાજા પંથકમાંથી સામુહિક રીતે જીવ લઈ શકાય અથવા તો ઇજાઓ કરી શકાય તેટલી માત્રામાં હથિયારો નો જથ્થો મળી આવ્યો છે.જે નાની સુની વાત નથી તેમ છતાંય સરકાર મા પ્રતિનિધિત્વ કરતા નેતાઓ દ્વારા કેસ મામલે જે રીતે ચુપકીદી સેવવામા આવી રહી છે તેના કારણે આમ જનતા ગંભીર રીતે નોંધ લઈ રહ્યાની ચર્ચાઓ વ્યાપક બની છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement