For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં 360 બિયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો

11:48 AM Jul 25, 2024 IST | admin
ભાવનગરમાં 360 બિયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો

રૂ.1.36 લાખનો મુદ્દામાલ જપ્ત: એક ફરાર

Advertisement

ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા રહે. મેલડીમાંની ધાર, ખેડુતવાસ, ભાવનગરવાળો પોતાના કબ્જા-ભોગવટાની સફેદ કલરની સ્વીફટ કાર રજી. નંબર-જીજે-13-એન-4573માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ભાવનગર, બોરડી ગેટ, ગાંધી કોલોનીમાં જાહેર રોડ ઉપર ઉભેલ છે.જે બાતમી આધારે રેઇડ કરતા સીલપેક બિયર ટીન ભરેલ પેટીઓ સાથે હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા (ઉ.વ.22 રહે.પ્લોટ નંબર-222, મેલડીમાંની ધાર, ખેડુતવાસ, ભાવનગર) ઝડપાઈ ગયેલ. જ્યારેખુશાલ ઉર્ફે જીગર ભરતભાઇ માળી નાસી છૂટ્યો હતો.

પોલીસે કિંગ ફિશર એકસ્ટ્રા સ્ટ્રોંગ પ્રિમીયમ બિયર ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓન્લી 500 એમએલ કંપની સીલપેક ટીન નંગ-360 કિં.રૂ.36,000/- તથા સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ ડીઝાયર રજી.નંબર-જીજે-13-એન-4573 કાર કિ.રૂ.1,00,000/-મળી કુલ કિ.રૂ.1,36,000/-નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના સાગરભાઇ જોગદિયા, ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ, વિઠ્ઠલભાઇ બારૈયા,અનિલભાઇ સોલંકી, સંજયભાઇ ચુડાસમા જોડાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement