રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રેમીને પામવા પતિને તરછોડયો; પ્રેમીએ ગર્ભવતી બનાવી છોડી!

12:48 PM Dec 26, 2023 IST | Sejal barot
Advertisement

પ્રેમીને પામવા પતિને છોડીને પ્રેમી સાથે લીવ ઇનમાં રહેવા આવેલી રાજસ્થાની યુવતીને પ્રેમીએ ગર્ભવતી બનાવી લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધા બાદ પ્રેમીની માતા અને કાકીએ તું ગર્ભવતી છો તને કમજોરી આવી ગઇ છે તેમ કહી શકિતની દવા આપવાના બદલે ગર્ભપાતની દવા આપી દીધાની યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રેમી અને તેના પરિવારજનોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ખોડીયારનગરમાં રહેતી મુળ રાજસ્થાનની યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રૈયાધાર રહેતા પ્રેમી પ્રહલાદ મુનારામ ભાટી, તેની માતા સમદીબેન મુનારામ ભાટી અને કાકી મનીષાબેન ધરમરામ ભાટીના નામ આપ્યા છે.
પોલીેસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી યુવતીના પિતા અને ભાઇ છેલ્લા 10 વર્ષથી રાજકોટ રહે છે. જયારે ફરીયાદી યુવતી 4 માસથી રાજકોટ રહેવા આવી છે.
રાજસ્થાની યુવતીને છેલ્લા ચાર વર્ષથી રાજસ્થાનના નજીકના સંબંધી પ્રહલાદ ભાટી સાથે પ્રેમસંબંધ થયો હતો પરંતુ દોઢ વર્ષ પહેલા ફરીયાદી યુવતીના લગ્ન જોધપુરના યુવક સાથે કરી દીધા હતા.
યુવતીના લગ્ન થયા બાદ 15 દિવસ સાસરે રોકાઇ હતી. આ દરમિયાન પતીને પોતાના પ્રેમસંબંધની વાત કરી પ્રેમી સાથે રહેવાનું કહી પતિને તરછોડીને પ્રેમીને પામવા માટે યુવતી સાસરેથી નીકળી ગઇ હતી.
પ્રેમી રાજકોટ રહેતો હોય યુવતી સાસરેથી રાજકોટ પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી અને પ્રેમીને મળવા લાગી હતી ચાર માસ પહેલા પ્રેમી પ્રહલાદ યુવતીને બાઇકમાં બેસાડી રાત્રીના ગોંડલ રોડ ચોકડી પાસે સુમસામ સ્થળે લઇ જઇ યુવતીની ઇચ્છા વિરૂધ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
ત્યારબાદ પ્રેમી અવાર નવાર લગ્ન કરવાની લાલચ આપી પ્રેમીકાનો દેહ અભડાવ્યો હતો. એકાદ માસ પહેલા પિતાને જાણ થતા યુવતીને વતન રાજસ્થાન મોકલી દીધી હતી. જયાં દશેક દિવસ રોકાયા બાદ ફરી યુવતી પ્રેમીને પામવા માટે રાજકોટ આવી ગઇ હતી અને પ્રેમીના ઘરે જ તેના પરિવાર સાથે રહેવા લાગી હતી.
પ્રેમીના ઘરે રહેતી યુવતી પર પ્રેમીએ અનેક વખત દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને ગર્ભવતી હોવાની શંકા જતા ટેસ્ટ કરાવ્યો હતો અને ગર્ભવતી હોવાનું જાણવા મળતા પ્રેમીએ લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી હતી.
બીજીબાજુ પ્રેમીની માતા અને કાકીએ યુવતીને કમજોરી આવી ગઇ છે તેમ કહી દવાખાને લઇ જઇ શકિતની દવા અપાવવાના બદલે ગર્ભપાતની દવા પીવડાવી દેતા યુવતીનો ગર્ભ પડી ગયો હતો.
પ્રેમીએ પોતાની સાથે દગો કર્યા બાદ યુવતી ગઇકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચી હતી જયાંથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી.
આ બનાવ અંગે પોલીસે યુવતીની ફરીયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Tags :
Afindhusbandleftleft herloverpregnantto
Advertisement
Next Article
Advertisement