For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રામ રાખે તેને કોણ ચાખે: રાપરના ઉમૈયા ગામે 100 ફૂટ ઉંડા ખાડામાં પડેલા બાળકને ગ્રામજનોએ બચાવ્યો

11:49 AM Aug 11, 2025 IST | Bhumika
રામ રાખે તેને કોણ ચાખે  રાપરના ઉમૈયા ગામે 100 ફૂટ ઉંડા ખાડામાં પડેલા બાળકને ગ્રામજનોએ બચાવ્યો

રાપર તાલુકાના ઉમૈયા ગામે રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થકનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા બંધ બોરવેલમાં પડી ગયો હતો, પરંતુ ગ્રામજનોની ત્વરિત અને સૂઝબૂઝભરી કાર્યવાહીથી તેનો આબાદ બચાવ થયો હતો.

Advertisement

ઘટના મુજબ, બાળક તેના મિત્રો સાથે વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો. રમતા રમતા તેઓ બોરવેલ પાસે પહોંચ્યા, જે પથ્થરથી ઢાંકેલો હતો. પથ્થર ખસેડીને અંદર જોવાની ઉત્સુકતામાં અચાનક રાકેશ બોરવેલમાં ગબડી પડ્યો. તેના સાથી મિત્રો ગભરાઈને તરત જ ઘરે દોડી ગયા અને વડીલોને જાણ કરી. આ સમાચાર મળતા જ ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવાર અને સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં ગ્રામીણોએ ગભરાયા વગર સંયમ અને સમજદારી દાખવી. તેઓએ તાત્કાલિક બોરવેલ પાસે પહોંચી બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. રાકેશના રડવાનો અવાજ સાંભળીને તેના જીવિત હોવાની ખાતરી થઈ, જેથી બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. ગ્રામજનોએ ધીમેથી એક મજબૂત રસ્સો બોરવેલમાં નાખ્યો અને બાળકને શાંતિથી સમજાવ્યો કે તે રસ્સાને પકડી લે. બાળકે રસ્સો પકડી લીધા બાદ ગ્રામજનોએ ધીમે ધીમે તેને સલામત રીતે બહાર કાઢ્યો. આ ચમત્કારિક બચાવમાં બાળકને ફ્રેક્ચર જેવી સામાન્ય ઈજાઓ સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement