કચ્છના જખૌ નજીકથી 11 પાકિસ્તાની ઘૂસણખોરી કરતા બોટ સાથે ઝડપાયા
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાતના કચ્છની દરિયાઈ જળસીમામાંથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનાર એક પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે. બોટમાં સવાર 11 પાકિસ્તાની માછીમારોની પણ ધરપકડ કરવામાં આવી છે. ભારતીય તટરક્ષક દળે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમાનું ઉલ્લંઘન કરવા બદલ એક મોટી કાર્યવાહીમાં 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે.
આ માછીમારોને તેમની બોટ ’અલ વલી’ (Al Wali) સાથે કચ્છના જખૌ નજીકના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભારતીય તટરક્ષક દળના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ફિશિંગ બોટ ’અલ વલી’ ભારતીય હદમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બોટને આંતરી હતી અને તેમાં સવાર તમામ 11 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી.
કોસ્ટગાર્ડના પેટ્રોલિંગ દરમિયાન કચ્છની દરિયાઈ સીમામાંથી એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બોટને આંતરવામાં આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બોટ પાકિસ્તાની હતી અને તેમાં 11 માછીમારો સવાર હતા, જેઓ ગેરકાયદેસર રીતે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા.
આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઝડપી પાડવામાં આવેલી પાકિસ્તાની બોટ અને તમામ 11 માછીમારોને વધુ તપાસ માટે ગુજરાતના જખૌ બંદરે લાવવામાં આવશે. કોસ્ટગાર્ડ દ્વારા હવે આ બોટની સઘન તલાશી લેવામાં આવશે. કોસ્ટગાર્ડના જવાનોએ બોટ અને તમામ 11 માછીમારોને ઝડપી પાડ્યા છે. સુરક્ષા એજન્સીઓ માટે સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં પાકિસ્તાની બોટનું પકડાવું એ સુરક્ષાની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ સફળતા ગણાય છે.
સમગ્ર મામલે કોસ્ટગાર્ડ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા માછીમારોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ કયા ઇરાદે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા અને તેમની સાથે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ. તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજો અને અન્ય સામગ્રીની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, કચ્છનો દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો હોવાથી આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતત તકેદારી રાખે છે.