રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભુજના ધાણેટીમાં ચાઇના કલે કંપનીમાં દુર્ઘટના: મશીનમાં ફસાયેલા પુત્રને બચાવવા ગયેલા પિતા અને ભાગીદાર સહીત 3ના મોત

05:58 PM Aug 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભુજ તાલુકાના ધાણેટીમાં કલે કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયાં છે. ધાણેટી નજીક શ્રી હરિ મિનરલ્સમાં કંપનીમાં બાળક હોફર મશીનમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અને આ દરમિયાન બાળકને ગયેલ કંપનીના માલિક સહિત અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળક અને અન્ય બે લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર શ્રી હરિ મિનરલ્સ કલે કંપનીમાં બનેલ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પિતા-પુત્ર રાપર તાલુકના કલ્યાણપુરના વતની છે. કંપનીમાં હાજર લોકો દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નિપજયા તે મામલાને લઈને પોલીસ તપાસ કરશે કે આ અકસ્માત છે કે પછી ખરાબ મશીનરીના કારણે આ બન્યું.

મહત્વનું છે કે કલે બનાવતી શ્રી હરિ મિનરલ્સમાં વિવિધ પ્રકારની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. આ વસ્તુઓની આર્કષક બનાવટ માટે અને કામની સરળતા માટે મશીનરીનો ઉપયોગ થાય છે. પરંતુ કેટલીક વખત કામ કરતી વખતે આ મશીનરી કારીગરનો જીવ લે છે.

Tags :
BhujBhuj newsChina Kale Companydeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement