ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કચ્છમાં ત્રણ દિવસમાં ગાંજો પકડાયાની ત્રીજી ઘટના: લુણી અને માધાપરમાંથી ત્રણ ઝડપાયા

01:12 PM Feb 18, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

માદક પદાર્થ ગાંજાની બદી કચ્છમાં વધી છે. ગઇકાલે ઓરિસ્સાથી મુંદરા કુરિયર મારફત આવેલો ગાંજાનો 10 કિલો જથ્થો પકડાયાના બનાવના લખાણની શાહી હજુ ભુંસાઇ નથી ત્યાં લુણીમાંથી એક કિલો ગાંજા સાથે સહોદર અને માધાપર ધોરીમાર્ગ પરથી એક શખ્સ 152 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો છે જેમાં અન્ય એક શખ્સનું નામ ખુલ્યું છે. કચ્છમાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ બેફામ બનતાં આ બદીને નેસ્તનાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે ગઇકાલે મુંદરા મરિન પોલીસના પ્રો. એ.એસ.આઇ. પિનાઝબેન દલવાણી અને એ.એસ.આઇ. હરેશભાઇ ગઢવીને સંયુક્ત બાતમી મળી હતી કે લુણીના અકબરીપીર મસ્જિદની બાજુમાં મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ થઇ રહ્યું છે.

Advertisement

આ બાતમીના પગલે મુંદરા મરિન પોલીસે દરોડો પાડી બે આરોપી સુલતાન મામદ ઉનડ અને મજીદ મામદ ઉનડ (રહે. બંને લુણી)ને ઝડપી તેમના કબજામાંથી માદક પદાર્થ ગાંજો 1.073 ગ્રામ કિં. રૂૂા. 10,730, ત્રણ મોબાઇલ કિં. રૂૂા. 11,000, રોકડા રૂૂા. 1640 અને ડિજિટલ વજનકાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ એમ કુલે રૂૂા. 23,370ના મુદ્દામાલ સાથે બંને આરોપીને ઝડપી એનડીપીએસ એકટ તળે ગુનો દાખલ કરી પોલીસે તજવીજ આદરી હતી. આ કામગીરીમાં મુંદરા મરિન પોલીસ મથકના પી.આઇ. પી. કે. રાડા, હે.કો. હરિભાઇ ગઢવી, રમેશભાઇ રબારી, પ્રકાશભાઇ વજીર, ભરતભાઇ ચૌધરી, ડ્રાઇવર-કોન્સ. ગિરીશભાઇ વેણ, રામજીભાઇ રબારી જોડાયા હતા. બીજીતરફ ગઇકાલે માધાપર પોલીસના હે.કો. પરમવીરસિંહ ઝાલાને સચોટ બાતમી મળી હતી કે, અંજારથી ભુજ તરફ આવતી ખાનગી લકઝરી બસમાં એક શખ્સ માદક પદાર્થ ગાંજા સાથે આવી માધાપરની હોટલ કચ્છ એલીગન્સ પાસે ઉતર્યો છે.

આ બાતમીના આધારે આરોપી મહાદેવ જયેશભારથી ગોસ્વામી (રહે. જયેષ્ઠાનગર-ભુજ)ને ગાંજો 152.5 ગ્રામ કિં. રૂૂા. 1525 અને એક મોબાઇલ કિં. રૂૂા. 5000 એમ કુલે રૂૂા. 6525ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપી પૂછતાછ કરતાં આ માલ તે ગાંધીધામ કાર્ગોમાંથી શરીફ ત્રાયા નામના શખ્સ પાસેથી લઇ આવ્યાનું જણાવતાં બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહાદેવ વિરુદ્ધ અગાઉ પણ એનડીપીએસ એક્ટ અને જુગારધારા તળે ગુના નોંધાઇ ચૂક્યા છે. આ કામગીરીમાં પી.આઇ. ડી. એમ. ઝાલા, પી.એસ.આઇ. વી. જી. પરમાર, હે.કો. પરમવીરસિંહ, ભગીરથસિંહ જાડેજા, નારણભાઇ ગઢવી, ભરતભાઇ ગોસ્વામી, કાનાભાઇ રબારી, કોન્સ. કલ્પેશભાઇ કોડિયાતર અને રામજીભાઇ બરારિયા જોડાયા હતા.

Tags :
crimegujaratgujarat newsKutchKutch news
Advertisement
Advertisement