For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના માનકુવા પોલીસ મથકમાં યુવકનો આપઘાત, મૃતદેહ સ્વીકારવાના ઇનકારથી તંગદિલી

11:19 AM Aug 19, 2024 IST | Bhumika
કચ્છના માનકુવા પોલીસ મથકમાં યુવકનો આપઘાત  મૃતદેહ સ્વીકારવાના ઇનકારથી તંગદિલી
Advertisement

કચ્છમાં યુવાને પોલીસ સ્ટેશનની અંદર જ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. આ બનાવ કચ્છના માનકુવા પોલીસમથકે સવારે બન્યો હતો. સમગ્ર બનાવમાં મુંદ્રાના ટપ્પર ગામના 35 વર્ષના યુવાનને બે કોળી સમાજના લોકો ઘરમા ઘૂસી જવાની ફરિયાદ સાથે પોલીસમથકે લાવ્યા હતા. આ દરમિયાન યુવાને પોલીસમથકના બાથરૂૂમમાં જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.

માનકુવા પોલીસ મથકના બાથરૂૂમમા એક યુવાનના આપઘાતે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર સર્જી છે. યુવક વેલાજી કાસમ કોલીને શનિવારે સવારે માનકુવાના અશોક હરજી કોળીને પોલીસ મથકે લાવ્યા હતા. જો કે પોલીસ કોઇ કાર્યવાહી કે તપાસ કરે તે પહેલા જ 9 વાગ્યાના અરસામાં યુવક બાથરૂૂમ જવાનું કહ્યું હતું. આ બાદ તે બાથરૂૂમમાં પોતાની ટીશર્ટ સાથે લટકી ગયો હતો. લાંબો સમય તે બહાર ન આવતા પોલીસ કર્મચારીઓને કંઈક અજુગતુ લાગ્યું હતું.

Advertisement

પોલીસે સમાજના લોકોને બોલાવી તપાસ કરતા યુવકે ગળફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ હતું. જે બાદ પરિવારે આક્રદ સાથે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા એક સમયે મામલો ગરમ બનતા પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. જો કે પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસ મથકની અંદર જ યુવકના આપઘાતને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે માનકુવા પોલીસનો સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા સાથે તપાસમાં જોડાયું હતું.

પરિવાર લાશ ન સ્વીકારવાની ચિમકી સાથે વિરોધ કરતા એક સમયે ઘર્ષણ સર્જાયુ હતું અને પોલીસે કેટલાકની અટકાયત પણ કરી હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો જ્યા પણ પરિવારે લાશ ન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પોલીસે આ સમગ્ર મામલે યુવક કસ્ટડીમા ન હોવાનુ કહી સમાજના આગેવાનો લાવ્યા હોવાનુ કહી સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી અને અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement