કચ્છના રાપરમાં સાવકા પુત્રનું માતા પર દુષ્કર્મ
મહિલાએ બૂમાબૂમ કરી પરંતુ કોઇ મદદે ન આવ્યું, પિયરે આવીને ફરિયાદ નોંધાવી
કચ્છના રાપરમાંથી સંબંધોને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાવકા પુત્રએ જ માતા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું છે, હવસખોરથી બચવા માતાએ બુમાબુમ કરીને લોકોની મદદ માંગી હતી. જોકે, આજુ બાજુ કોઇ રહેતું ન હોવાથી મહિલા દુષ્કર્મનો ભોગ બની છે. ઘટનાના બીજા દિવસે મહિલાએ પિયર આવીને સાવકા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
પીડિત મહિલા બે સંતાનો સાથે એકલી રહેતી આ ઘટના અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના એક ગામની મહિલાના બીજા લગ્ન રાપર તાલુકાના એક ગામના પરિણીત યુવક સાથે વિસેક વર્ષ અગાઉ થયા હતા.
આ મહિલાના પતિની પહેલી પત્નીને ત્રણ પુત્રો છે. જ્યારે પીડિત મહિલાને બે સંતાનો છે. પીડિત મહિલા પતિ અને પહેલી પત્નીથી દુર પોતાના બે સંતાનો સાથે રહેતી હતી. જોકે, તેનો પતિ બે-ત્રણ દિવસે તેને મળવા આવતો હતો.
આ દરમિયાન તારીખ 3 સપ્ટેમ્બરની સાંજે પીડિત મહિલાના પતિની પહેલી પત્નીનો પુત્ર એટલે સાવકો પુત્ર તેના ઘરે આવ્યો હતો અને જમવાનું માગ્યું હતું. મહિલાએ જમાડ્યા બાદ સવકા પુત્રએ રાત્રી રોકાણ કરવાનું કહેતા મહિલા બાજુના રુમમાં તેની પથારી કરવા ગઇ હતી. આ દરમિયાન પાછળથી આવેલા સાવકા પુત્રએ બળજબરી પૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ હવસખોરથી બચવા માટે બુમાબુમ કરી હતી. જોકે, આજુબાજુમાં કોઇ રહેતું ન હોવાથી કોઇ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન મહિલાના બંને સંતાનો પણ ડરી ગયા હતા.
ઘટનાના બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ મહિલા પોતાના બાળકો સાથે પિયર રાધનપુર આવીને પરિવારને ઘટના અંગે વાત કરી હતી. જે બાદ રાધનપુર રેફરલ હોસ્પિટલના મહિલા સહાયતા કેન્દ્રની કાર્યકરની મદદથી ફરિયાદ નોંધાઈ છે. ઘટના રાપર-કચ્છની હદમાં બની હોવાથી રાધનપુર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી, જે તપાસ માટે સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપી છે.
પીડિત મહિલા બે સંતાનો સાથે એકલી રહેતી આ ઘટના અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના એક ગામની મહિલાના બીજા લગ્ન રાપર તાલુકાના એક ગામના પરિણીત યુવક સાથે વિસેક વર્ષ અગાઉ થયા હતા. આ મહિલાના પતિની પહેલી પત્નીને ત્રણ પુત્રો છે. જ્યારે પીડિત મહિલાને બે સંતાનો છે. પીડિત મહિલા પતિ અને પહેલી પત્નીથી દુર પોતાના બે સંતાનો સાથે રહેતી હતી. જોકે, તેનો પતિ બે-ત્રણ દિવસે તેને મળવા આવતો હતો.