કચ્છના સુખપરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું : 3.27 લાખના દાગીનાની ચોરી
છેલ્લા થોડાક સમયથી પશ્ચિમ કચ્છમાં ચોરીના બનાવો વધ્યા છે થોડા દિવસ અગાઉ મથુરાગ્રીનમાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને 3 લાખની મત્તા સેરવી ગયા હતા તેવામાં હવે સુખપરમાં રહેતા મહિલા કામ અર્થે સુરત ગયા એ દરમિયાન ઘરનો દરવાજો તોડી રૂૂપિયા 3.27 લાખના દાગીના ચોરી થયા હોવાની ફરીયાદ નોધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રંજનબેન મુરજી હીરાણીએ માનકુવા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવતા જણાવ્યું કે,ગત 18 સપ્ટેમ્બરના રાત્રે પોતે સગા સબંધી અને હોસ્પિટલના કામથી સુરત ગયા હતા.જ્યાંથી બુધવારે સવારે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો ધક્કો મારી કોઈએ તોડેલ હોય તેવું દેખાયું હતું.જેથી ફરિયાદીએ આ બાબતે તેના પરિવારજનોને ફોન કરી બોલાવ્યા હતા.જે બાદ ઘરમાં જોતા સામાન વેર-વિખેર પડેલો દેખાયો હતો.
ફરિયાદીએ ઘરના ઉપરના રૂૂમમાં તપાસ કરતા કબાટ ખુલેલો હતો.જેમાં રાખેલ સોનાનું મંગળસુત્ર,સોનાની વીંટી,સોનાની ચેઈન,સોનાના કડા નંગ-2,સોનાના પેન્ડલ,સોનાની નથડી નંગ-2,સોનાની બુટ્ટી 10 જોડ,ચાંદીના ઝાંઝર,ચાંદીના સંકડા અને ચાંદીના કડા સહીત રૂૂપિયા 3,27,860 ની કિંમતના દાગીના ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું.બનાવને પગલે માનકુવા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.