ભચાઉ પાસે કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો
ભચાઉ-સામખિયાળી હાઈવે ઉપર આવેલા એક વાડામાં ચલતા કોલસા ચોરીના રેકેટ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી આયાતી કોલસાના જંગી જથ્થા સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી વાહનો સહિત 94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂર્વ કચ્છમાં તેલ ચોરી, બાયોડીઝલના પોઇન્ટ, ભંગાર ચોરીનો મોટું રેકેટ ચાલતું હોય ત્યારે એસ.એમ.સી.ના દરોડાથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.
ભચાઉ હાઈવે ઉપર સામખીયાળી નજીક મોમાઈ પેવરબ્લોક પાસેઅને રાજ શક્તિ ક્ધસ્ટ્રક્શન ઓપન પ્લોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. આ જગ્યાએ વિદેશથી આયાત થતા કોલસાના જંગી ઢગલા મળી આવ્યા હતા. સ્થળ ઉપરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂૂ.22.75 લાખનો 175 ટન પેટ કોક, તેમજ 1 લાખનો 135 ટન કચરો કોલસો,રૂૂ.13,370 રોકડ,પાંચ મોબાઈલ,એક ટ્રેઇલર,હિટાચી મશીન,લોડર મશીન સહીત રૂૂ. 94,26,370નો મુદ્દમાલ કબજે કરી સુપરવાઇઝર બટિયા વિસ્તાર જુના વડા ભચાઉના મયુદીન રસુલભાઈ ચૌહાણ, પેટ કોક ટ્રક ડ્રાઈવર રાજસ્થાનના લક્ષ્મણસિંહ નાથુસિંહ ચૌહાણ, હિટાચી મશીન ડ્રાઈવર મૂળ ઝારખંડના હાલ રાજ શક્તિ ક્ધસ્ટ્રક્શન લેબર હાઉસમાં રહેતા સંતોષકુમાર રામજનમ વિશ્વકર્મા,લોડર મશીન ડ્રાઈવર ભચાઉના અશરફ અલીમામદ મુસ્લિમ કુંભાર અને મજૂર રાજ શક્તિ ક્ધસ્ટ્રક્શન લેબર હાઉસમાં રહેતા આમીનભાઈ પીરુભાઈ જુનેજાની ધરપકડ કરી હતી.આ દોરોડામાં સુત્રધાર પેટ કોક ભેળવવામાં મુખ્ય આરોપી ભચાઉનો દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા, એ ગાધીધામનો પેટ કોક સપ્લાયર રાહુલના નામ ખુલ્યા છે બન્ને હાલ ફરાર હોય જેની શોધખોળ તવિી કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સુચના અને ડીવાયએસપી કે.ટી.કામરીયા સીધા સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એસ.એચ.ગઢવી અને તેમની ટીમે કામગીરી કરી હતી.
પૂર્વ કચ્છના ગાંધીધામ-આદિપુરમાં કેટલાક વિસ્તારમાં તેલ, કોલસા, ટાઇલ્સ, સળિયા વગેરે વસ્તુઓની ચોરીના અમુક જગ્યાએ પોઇન્ટ ધમધમી રહ્યા છે ત્યારે ભચાઉની આસપાસના વિસ્તારમાં કોલસા ચોરીનો કાળો કારોબાર લાંબા સમયથી થઇ રહ્યો છે. આયાતી કોલસો લઇ જતા ડ્રાઈવરને રૂૂપિયાની લાલચ આપી આયાતી કોલસો ચોરી લઇ તેમાં ભેળસેળ કરી તેમાં પાણી નાખીને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલતું હોય આ પ્રવૃત્તિ ઉપર અગાઉ પણ એસ.એમ.સી.એ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન મુખ્ય સૂત્રધારો હાથમાં ન આવ્યા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. અગાઉ એક ફોજદાર સહિતનાને સસ્પેન્ડ કરાયા હતા, ત્યારે હવે કોની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે, તેવો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો.