ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કચ્છના માધાપરમાં ભંગાર વીણતા રાજસ્થાનીઓની દારૂની મહેફીલમાં પુત્રના હાથે પિતાની હત્યાથી ચકચાર

12:03 PM Jun 30, 2025 IST | Bhumika
Advertisement

આજથી પાંચ દિવસ પૂર્વે માધાપરમાં ભંગાર વીણવાનું કામ કરતા રાજસ્થાનીઓની દારૂૂની મહેફિલ દરમ્યાન થયેલી માથાકૂટ થકી 30 વર્ષીય રમેશ સેબારામ કાલબેલિયા (જોગી)ને માથામાં પાઈપ ફટકાર્યા બાદ હોસ્પિટલ લઈ જવાતાં તબીબે મૃત જાહેર કરતાં પીએમ કરાવ્યા વિના જ તેને વતન રાજસ્થાન લઈ જવાયા બાદ ત્યાં સંબંધીઓને હત્યા અંગે જાણ કરાતાં સંબંધીઓની સલાહ બાદ અંતે આજે આ હત્યા અંગેની ફરિયાદ નોંધાવાઈ, પરંતુ પુત્રની આ ફરિયાદની તપાસમાં વળાંક આવ્યો અને ફરિયાદી પુત્ર જ હત્યારો નીકળતાં પોલીસે રાઉન્ડઅપ કરી કાર્યવાહી આદરી છે. મર્ડરમિસ્ટ્રી ફિલ્મ જેવા આ કિસ્સા અંગે આજે માધાપર પોલીસ મથકે 22 વર્ષીય ઈશ્વર મંગીલાલ કાલબેલિયા (જોગી) (રહે. શિવાજીનગર પાલી, રાજસ્થાન)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની માતાએ દિયરવટું કરી રમેશ સેબારામ કાલબેરિયા સાથે લગ્ન કર્યાં છે અને તે તેની માતાના આગલા પતિનું સંતાન છે.

Advertisement

ગત તા. 24/6ના માધાપરમાં પેબેક જીમની સામે રાતે ફરિયાદી ઈશ્વર અને આરોપી અર્જુન જગમાલ (રહે. ખીમેલબાલી, રાજસ્થાન) સાથે શરાબ પીવા બેઠા હતા, ત્યારે ફરિયાદી ઈશ્વરની પત્નીએ શરાબ પીવાની ના પાડતાં ઈશ્વરે પત્ની સાથે ઝઘડો કરી પત્નીને થપ્પડ મારી દેતાં આરોપી અર્જુને ઉશ્કેરાઈ ફરિયાદી ઈશ્વરને લોખંડના પાઈપથી મારવા જતાં ફરિયાદીના પિતા રમેશ વચ્ચે પડયા હતા. આથી રમેશને માથામાં લોખંડનો પાઈપ લાગતાં ઢળી પડયા હતા. લોહીલુહાણ હાલતમાં રમેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. કોઈ પોલીસ કેસ ન કરવાનું કહી પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતક રમેશની લાશને લઈ રાજસ્થાન વતન નીકળી ગયા હતા.

રાજસ્થાનમાં પરિજનોને આ આખાં પ્રકરણ અંગે વાકેફ કરાતાં તેઓની સલાહ બાદ આ આખું પ્રકરણ માધાપર પોલીસ સમક્ષ પ્રકાશમાં આવ્યું હતું અને હત્યા અંગે ગુનો દાખલ કરી તપાસ આદરતાં આ ફરિયાદમાં નવો વળાંક આવ્યો હતો, જેમાં ઈશ્વર, અર્જુન અને રમેશ દારૂૂ પીવા બેઠા હતા અને થયેલી માથાકૂટમાં ઈશ્વરે જ રમેશને માથામાં પાઈપ ફટકાર્યાનું સામે આવતાં માધાપર પોલીસે રાતે ઈશ્વરને રાઉન્ડઅપ કરી કાર્યવાહી આદર્યાનું સામે આવ્યું છે.

Tags :
crimegujaratgujarat newsKutch newsmurder
Advertisement
Next Article
Advertisement