લખપત તાલુકાના સાગરકાંઠેથી સાત ચરસના પેકેટ મળી આવ્યા
12:10 PM Aug 21, 2025 IST | Bhumika
લખપત તાલુકાના સાગર કાંઠેના લક્કી બેટ અને ભક્કલ બેટ પરથી સાત ચરસનાં પેકેટ બિનવારસુ હાલતમાં બીએસએફની પેટ્રાલિંગ પાર્ટીને મળી આવ્યા હતા બુધવારના નારાયણ સરોવર પાસે આવેલા લક્કી અને ભકકલ બેટ દરિયાઈ વિસ્તારમાં બીએસએફની પેટ્રાલિંગ પાર્ટીને કુલ સાત જેટલા ચરસનાં પેકેટો મળી આવ્યાં હતાં. બીએસએફ દ્વારા પેકેટ કબજે કરી આગળની કાર્યવાહી આદરી હતી.
Advertisement
ઉલ્લેખનીય છે અબડાસાના સાગર કાંઠે તેમજ વિવિધ ટાપુઓ પરથી દરિયાઈ ભરતી બાદ ચરસ, માદક પદાર્થો અને ક્ધટેનરો મળી રહ્યાં છે, ત્યારે હવે સિલસિલો લખપત તાલુકાના ટાપુના કાંઠે પહોંચ્યો છે અને આથી વિવિધ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
Advertisement
Advertisement