રાજકોટની કંપનીના માલિકની કચ્છની શિપિંગ પેઢી સાથે 31 લાખની ઠગાઈ
ગાંધીધામના સુભાષનગરમાં આવેલી શિપિંગ પેઢીના બાકી નીકળતા રૂૂા. 24,44,915 ન આપતાં રાજકોટની કંપનીના સંચાલકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના શક્તિનગરમાં રહેનાર ફરિયાદી ધીરજ સત્યપાલ શર્મા નામનો યુવાન સુભાષનગર વિસ્તારમાં આઇ.એસ.એ. લોજિસ્ટિક નામની શિપિંગ પેઢી ચલાવે છે. ગત વર્ષ 2022માં રાજકોટની રાજ એન્ડ કંપનીના માલિક યોગેન્દ્ર માલુએ ક્લિયરન્સ અને ક્ધટેસનર પૂરી પાડવાની માંગ કરી હતી જે પૈકી 47 ક્ધટેનર આ રાજકોટની કંપની માટે ફાળવાયા હતા જે પૈકી 15 ક્ધટેનરનું ભાડું રૂૂા. 24,44,915 બાકી રહેતાં ફરિયાદીએ વારંવાર તેની માંગ કરતાં બાકી રહેલી આ રકમ તેને આપવામાં આવતી નહોતી. તેણે આ શખ્સ વિરુદ્ધ રૂૂા. 24,44,915ની વિશ્વાસઘાત, ઠગાઇની ફરિયાદ નોંધાવતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
જ્યારે બીજી ફરિયાદમાં ગાંધીધામના રાધેકૃષ્ણા ડુપ્લેક્ષ વોર્ડ 10 એ માં રહેતા રામકૃષ્ણ રસીકલાલ ઠક્કર (ઉ.વ.29)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સુભાષનગરમાં ઓમસી ટ્રાન્સ કંપની નામની ટ્રાન્સપોર્ટનુંકામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઓમસી ટ્રાન્સ કંપનીના ભાગીદાર ધીરજ સત્યપાલ શર્માએ 2022ની સાલમાં રાજ એન્ડ કંપનીના માલીક યોગેન્દ્ર માલુ (રહે. રાજકોટ) વાળા સાથે ફોન ઉપર ગાડીઓ ટ્રાન્સ્પોર્ટે રામ માટે ભાગીદાર ધિરજ શર્માની વાતચીત થયેલ હતી.
આ યોગેન્દ્ર માલુએ જણાવ્યું હતું કે, તેઓને ગાડીઓનું ટ્રાન્સપોર્ટેશન પુરુ કરી આપજો જેથી યોગેન્દ્ર માલુને ગાડીનું ભાડુ 19,500 આપેલ હતું 12 ટકા જીએસટી અલગથી આમ તેમ સાથે વાત કરતા તેઓ સહમત થયા હતા બાદમાં આ યોગેન્દ્ર માલુ સાથે તા. 11-3-22થી તા. 2-4-2022 સુધી કામ કરેલ જે કામ પેટે આ યોગેન્દ્ર માલુએ 32 ગાડીઓના અલગ અલગ તારીખે ભાડુ આપેલ જેનું કુલ ભાડુ 6.24 લાખનું બીલ થયેલ અને તે બીલના 12% જીએસટી 74,880 એમ કુલ 6.98 લાખનું બીલ થયું હતું.
જે બીલ પેટે ટીડીએસ કુલ 12,480 આ યોગેન્દ્ર માલુએ સરકાર શ્રીમાં જમા કરાવતાને નાણા તેમને મળી ગયા હતા તેમજ 32 ટ્રેલર ગાડીના ભાડા પેટેના કુલ રૂા. 6.86 લાખ નહીં આપી રાજ એન્ડ કંપની અનેતેમના માલીક યોગેન્દ્ર માલુએ ઠગાઈ અને વિશ્ર્વાસ ઘાત કર્યો હતો. આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.