ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વરસાદની તોફાની બેટીંગ ચાર દી’ ચાલશે

05:41 PM May 06, 2025 IST | Bhumika
Advertisement

80 કિ.મી. સુધી પવન ફુંકાશે, આખુ ગુજરાત પલળશે: 11 તારીખથી વાવાઝોડા માટે સાબદા રહેવા અંબાલાલની ચેતવણી

Advertisement

સાયક્લોનિકલ સર્ક્યુલેશનના કારણે ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. આજે પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં પવન સાથે ભારે વરસાદ પડશે.

આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

અમદવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2-4 ડિગ્રી ઘટશે.બીજી તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને ભારે વરસાદ પડવાની પણ આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. છે. વરસાદની સાથે સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રતિકલાકે 80 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. મંગળ અને બુધવારના રોજ અમદાવાદ સહિત રાજ્યભરમાં તેજ પવન અને ભારે વરસાદી માહોલ રહેવાના સંકેતો અપાયા છે. ભારે વરસાદની આગાહીના પગલે સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે.

અંબાલાલ પટેલે 11 થી 20 મે સુધી ભારે પવન ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ગઈકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 7 જિલ્લામાં માવઠું થતાં ખેડૂતોનો પાક બગડ્યો હોવાના સમાચાર છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લી પડેલી જણસી પલળતાં વેપારીઓને નુકસાન પહોંચ્યું છે. આજે વરસાદનેં લઇ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં મધ્યમ વીજળી સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે. અમદાવાદમાં વરસાદનેં લઇ યેલો અલર્ટ જાહેર કરાયું છે.

રાજકોટના તમામ તાલુકામાં કંટ્રોલરૂમ શરૂ કરાયા
આગામી 11 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદ અને પવનની આગાહીને પગલે રાજ્યનું તંત્ર સતર્ક બન્યું છે. જેના ભાગરૂૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા જિલ્લાના તમામ તાલુકા મથકે તાત્કાલિક અસરથી હંગામી કંટ્રોલરૂૂમ શરૂૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આજથી લઈને 11 તારીખ સુધી જિલ્લાના તમામ તાલુકા મથકો પર 24 કલાક કાર્યરત કંટ્રોલરૂૂમ શરૂૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં આવતીકાલે સાંજે ચાર વાગ્યે પ્રિ-મોન્સુન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જિલ્લાના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsHeavy Rainrainrajkot
Advertisement
Next Article
Advertisement