ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

‘રીલ્સની રાણી’ નીતા ચૌધરીએ સરપંચ સાથે કર્યા છે લવમેરેજ

04:35 PM Jul 12, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

પ્રેમલગ્ન બાદ માતા-પિતા એ સંબંધ ઓછો કરી નાખ્યો હતો, પતિ છે જમીન-મકાનનો ધંધાર્થી

Advertisement

કચ્છની સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીનું નામ ફરીવાર ચર્ચામાં આવ્યું છે.હાલ તેઓ ફરાર છે.નીતાને શોધવા કચ્છ પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે.ત્યારે તેમની સાથે જોડાયેલી એવી અમુક વાતો છે જે તમે જાણતા નહીં હોય.

સેલિબ્રિટી હોય તેવી હાઇ પ્રોફાઇલ લાઇફ સ્ટાઇલ જીવતી નીતા ચૌધરી દારૂૂ ભરેલી કારમાં બૂટલેગર સાથે પકડાઇ આ વાત સૌ કોઇને ખબર છે પણ તે પરિણીત છે તે બહુ ઓછા લોકો જાણે છે. તેના પતિ કોણ છે? તે શું કરે છે?તેના વિશે પણ આપણે જાણીએ.નીતા ચૌધરી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોરિયા ગામની વતની છે.તેણે 15 વર્ષ પહેલાં લવ મેરેજ કર્યાં છે.તેના પતિનું નામ વીરસંગ ચૌધરી છે અને તે બનાસકાંઠાના બાદરપુરા ગામમાં રહે છે.વીરસંગ ચૌધરી ખેતીવાડી અને જમીન-મકાનના લે-વેચ સાથે સંકળાયેલા છે.તેઓ ગામના પૂર્વ સરપંચ રહી ચુક્યા છે. હાલમાં તેમના ભાભી ગામના સરપંચ છે. નીતા ચૌધરીએ વીરસંગ સાથે લવમેરેજ કર્યા એટલે તેને માતા-પિતા સાથે બહુ ઓછો સંબંધ હતો.

નીતા ચૌધરી સાથે ક્યારે સંપર્કમાં આવ્યા અને ક્યારે પ્રેમલગ્ન કર્યા તે અંગે વીરસંગ ચૌધરીએ કહ્યું કે, હું અને નીતા એક જ શાળામાં અભ્યાસ કરતાં હતાં એમાંથી અમને પ્રેમ થયો અને 15 વર્ષ પહેલાં અમે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા.જ્યારે આ બનાવ બન્યો એ પછી મારાં પત્ની 3 દિવસ મારી સાથે હતાં અહીં ઘરે જ રોકાયાં હતાં.તેમણે જણાવ્યું કે,નીતાને ખોટી રીતે ફસાવાઇ છે.તેમજ સોશિયલ મીડિયામાં રીલ્સને આ કેસ સાથે કોઇ લેવા દેવા નથી પણ રીલ્સના કારણે જ મારી પત્ની બધાની નજરમાં ચડી ગઇ હોય તેવું બની શકે.

નીતા ચૌધરી પર કેસ થયો અને ચર્ચામાં આવ્યાં પછી સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યામાં વધારો થયો છે.ઇન્સ્ટાગ્રામ પર પહેલાં તેના અંદાજે 41 હજાર જેટલા ફોલોઅર્સ હતા. કેસ થયા પછી હવે તે સંખ્યા 1.12 લાખ ફોલોઅર્સ થઇ ગયા છે એટલે કે 71 હજાર ફોલોઅર્સ એકાએક વધી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Tags :
gujaratgujarat newskachchnewsnitachaudhri
Advertisement
Advertisement