ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કચ્છના પ્રથમવાર પ્રવાસે

10:51 AM Feb 27, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ધોરડોના સફેદ રણ, ભુજનું સ્મૃતિવન, ધોળાવીરાની મુલાકાત, ટેન્ટમાં રાત્રિ રોકાણ કરશે, તડામાર તૈયારીઓ

Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આગામી 28મી ફેબ્રુઆરીએ પ્રથમવાર કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ધોરડોના સફેદ રણ, ભુજના સ્મૃતિવન તેમજ ધોળાવીરાની મુલાકાત લેશે. આ ઉપરાંત સફેદ રણની ટેન્ટસિટીમાં રાત્રિ રોકાણ પણ કરશે તેવું જાણવા મળ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 28એ ભુજ એરપોર્ટ પર આવશે.રાષ્ટ્રપતિ પ્રથમવાર ધોરડો અને ધોળાવીરાની મુલાકાત લેશે ત્યારબાદ આગળના પ્રવાસે રવાના થશે.

હાલમાં એરપોર્ટ પર રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જેથી તેમના આગમન સમયે કોઈ અવરોધ ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ધોરડો ગામની મુલાકાત લેશે અને બાદમાં સફેદ રણમાં ટેન્ટસિટીમાં રાત્રિ રોકાણ કરશે. તેમના માટે સફેદ રણની ટેન્ટ સીટીમાં સુવિધાસભર વીવીઆઈપી ટેન્ટ તૈયાર કરાયો છે. આ ઉપરાંત 1 માર્ચના યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા 5000 વર્ષ પુરાણા હડપ્પન સંસ્કૃતિના નગર અને વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાની મુલાકાત લેશે. બાદમાં ભુજના સ્મૃતિવનમાં ભુકંપ આધારિત મ્યુઝિયમ નિહાળશે. ધોરડોના સફેદ રણથી ધોળાવીરાને જોડતા રોડ ટુ હેવન માર્ગને પણ રાષ્ટ્રપતિ નિહાળશે. રાષ્ટ્રપતિના સમગ્ર કાર્યક્રમને જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ અપાઈ રહ્યો છે.

કલેક્ટર દ્વારા રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને સતત બેઠકો યોજવામાં આવી રહી છે. ધોળાવીરા ખાતે પણ એક બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રપતિ જે સ્થળોની મુલાકાત લેવાના છે, તેનું સ્થળ નિરીક્ષણ કરવાની સાથે કોઈ ચુક રહી ન જાય તે માટે વિવિધ સુચનો પણ આપવામાં આવ્યા હતા.

બેઠકમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, ડીવાયએસપી સાગર સાંબડા, ખડીર પી.આઇ. એમ. એન.દવે, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, રાપર મામલતદાર એચ.બી.વાઘેલા, ટીડીઓ ખોડુભા વાઘેલા સહિતના જોડાયા હતા. રાષ્ટ્રપતિના રોકાણને લઈને ભુજના સર્કિટ હાઉસ ખાતે પણ તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. કલરકામ, મરાંમત, સાફ-સફાઇ, નવા છોડનું વાવેતર, દરવાજા, એસી રિપેરિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિને આવકારવામાં કોઇ ક્ષતિ ન રહી જાય તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સરકારીના બદલે ખાનગી હોસ્પિટલમાં રૂમ રખાયો
કચ્છમાં પધારી રહેલ રાષ્ટ્રપતિના આરોગ્યને લઇ વહીવટી તંત્રની કફોડી સ્થિતિ સામે આવી છે. કચ્છમાં સરકારી હોસ્પિટલની કફોડી હાલતને કારણે રાષ્ટ્ર્રપતિ માટે ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી રૂૂમ રિઝર્વ રખાયો છે. કહેવાતા વિકસિત ગુજરાતના કચ્છમાં રાષ્ટ્રપતિ માટે રિઝર્વ ઇમરજન્સી રૂૂમ રાખી શકાય તેવી એકેય સરકારી હોસ્પિટલ નથી. આખરે રાષ્ટ્રપતિ માટે તંત્રને ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી રૂૂમ રિઝર્વ રાખવામાં આવી રહ્યો છે. સરકારની મોટી વાતો વચ્ચે કચ્છમાં આરોગ્ય પરિસ્થિતિની ખરી વાસ્તવિકતા સામે આવી છે.

Tags :
gujaratgujarat newsKutchKutch newsPresident Draupadi Murmu
Advertisement
Advertisement