ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત
ભચાઉ તાલુકાના વિજપાસરથી વોંધ તરફ જતાં કાચા ગાડા માર્ગ નજીક તલાવડી પાસેથી પોલીસે ત્રણ?વાહન પકડી પાડી તેમાંથી રૂૂા. 25,60,800નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં દારૂૂનું કટિંગ કરનારા શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. વિજપાસરથી વોંધ તરફ જતાં કાચા ગાડાં માર્ગ પાસે જોઇતી તલાવડી આસપાસ દારૂૂનું કટિંગ થવાનું છે જે માટે વાહનો બોલાવાયા હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ આજે સવારે કાર્યવાહી કરી હતી. દારૂૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં વિજપાસરનો જયેન્દ્રસિંહ જાડેજા તથા વોંધનો સિદ્ધરાજસિંહ જાડેજા ત્યાં હાજર મળ્યા નહોતા કે કટિંગ કરવાવાળા અન્ય કોઇપણ હાજર મળ્યા નહોતા.
અહીં ઉભેલા આઇસર ટ્રક-ટેમ્પો નં. સી.જી. 04 પી.ઇ. 5584માં તપાસ કરાતાં તેમાં ઉપર ભૂંસાની થેલીઓ અને તેના નીચે દારૂૂની પેટીઓ મળી આવી હતી. આ વાહનમાંથી હેયવર્ડસ-5000 બિયરના 3384 ટીન, ગોવા સ્પેશિયલ 750 મિ.લી.ની 864 બોટલ, રોયલ બ્લેક એપલ વોડકા 180 મિ.લી.ના 5472 ક્વાર્ટરિયા, ગોવા સ્પેશિયલ વ્હીસ્કી 180 મિ.લી.ના 5136 ક્વાર્ટરિયા, ઇમ્પ્રેશન 180 મિ.લી.ના 4752 ક્વાર્ટરિયા તેમજ છત્તીસગઢના મહેશ કરણસિંઘનું ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જપ્ત કરાયું હતું. તેમજ બોલેરો નંબર જી.જે. 12 બી.ડબલ્યુ. 5872માંથી હેયવર્ડસ 5000ના 1440 ટીન તથા ટ્રેક્ટર નંબર જી.જે. 12 એફ. 8440માંથી હેયવર્ડસ-5000ના 2400 ટીન એમ ત્રણેય વાહનમાંથી કુલ રૂૂા. 25,60,800નો અંગ્રેજી શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઇન પંજાબ, ગોવા, મહારાષ્ટ્ર વગેરે લખેલ આ માલ ક્યાંથી, કોણ લાવ્યું હતું તે કાંઇ બહાર આવ્યું નથી તથા સ્થાનિકના બે શખ્સ પણ હાથમાં આવ્યા નથી જેને પકડી પાડવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.