For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંજારના મેઘપર બોરીચીના ગોડાઉનમાં પોલીસનો દરોડો, 46 લાખની સિગારેટ મળી

12:00 PM Jul 31, 2025 IST | Bhumika
અંજારના મેઘપર બોરીચીના ગોડાઉનમાં પોલીસનો દરોડો  46 લાખની સિગારેટ મળી

અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીની સીમમાં આવેલાં એક ગોદામમાં પોલીસે છાપો મારી ચોરી કે છળકપટથી મેળવાયેલી રૂૂા. 46,18,700ની ભારતીય સિગારેટનો જથ્થો ઝડપી પાડયો છે. મેઘપર બોરીચીમાં માલારા મહાદેવ તરફ જતા પ્લોટ નંબર-8માં બરકત ક્રેન એન્ડ લોજિસ્ટિક નામવાળા ગોદામમાં એલ.સી.બી.એ પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

Advertisement

આ ગોદામમાં ચોરી અથવા છળકપટથી મેળવાયેલી સિગારેટનો મોટો જથ્થો પડયો હોવાની વાતનાં પગલે પોલીસ અહીં પહોંચી હતી. આ ગોદામ ગળપાદરના બાગેશ્રી ધામમાં રહેતા મનપ્રિતસિંઘ જસવિંદરસિંઘ ચૈનીએ ભાડે રાખ્યું છે. આ ગોદામમાં અમદાવાદ હીના ટ્રેડિંગના અરમાન શેખ નામના શખ્સે 20-25 દિવસ પહેલાં ભારતીય બનાવટની સિગારેટનો આ જથ્થો મોકલાવ્યો હતો. મનપ્રિતસિંઘ પાસેથી આ માલના આધાર-પુરાવા મંગાતા તે આપી શક્યો ન હતો.

રૂૂા. 46,18,700ના 5,32,240 પેકેટ ચોરી કે છળકપટથી મેળવાયા હોવાનું જાણીને પોલીસે તે જપ્ત કર્યા હતા તેમજ અમદાવાદના અરમાન શેખને શોધવા કવાયત હાથ ધરી છે. ભારતીય બનાવટની આ સિગારેટ ક્યાં મોકલવાની હતી ? તે કોણ ખરીદવાનો હતો ? અહીંથી અન્ય રાજ્યોમાં જવાની હતી કે કેમ ? તે સહિતની વિગતો બહાર આવી નથી તેમજ આધાર-પુરાવા વગરનો આ માલ જી.એસ.ટી. ચોરીનું કૌભાંડ તો નથી ને તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement