રાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
દારૂની 740 બોટલ, 1392 બિયરના ટીન જપ્ત : બે શખ્સોની શોધખોળ
રાપરમાં ચામુંડાનગર સોસાયટીમાં એક મકાન આગળ દારૂૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસે છાપો મારી રૂૂા. 7,21,920ના શરાબ સાથે એક શખ્સને પકડી પાડયો હતો જ્યારે બે શખ્સ હાથમાં આવ્યા નહોતા. રાપરના ચામુંડાનગરમાં રહેનાર પૃથ્વીસિંહ ઉર્ફે ગટી કેન્દુભા જાડેજા અને અયોધ્યાપુરીનો નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા બહારથી ફોર્ચ્યુનર ગાડીમાં દારૂૂ ભરી લાવી પૃથ્વીસિંહના મકાન આગળ કટિંગ કરી છુપાવવાની તજવીજ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. આ જગ્યાએ દોડી આવી પોલીસે પૃથ્વીસિંહને પકડી પાડયો હતો, જ્યારે નરેન્દ્રસિંહ વાઘેલા તથા ગોવિંદપરનો પ્રવીણસિંહ અચુભા સોઢા નામના શખ્સો હાથમાં આવ્યા નહોતા.
પકડાયેલા શખ્સ પાસેથી જુદા-જુદા બ્રાન્ડની નાની-મોટી 740 બોટલ તથા બિયરના 1392 ટીન એમ કુલ રૂૂા. 7,21,920નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
તેમજ દારૂૂની હેરાફેરી માટેના સાધનો જેમાં ફોર્ચ્યુનર કાર નંબર જીજે-05-સીએન-7427 તથા બાઇક નંબર જીજે-39-ઇ-4339, મોબાઇલ, રોકડ રકમ મળીને કુલ રૂૂા. 17,73,020નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલ.સી.બી.એ કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસમાં દોડધામ થઇ પડી હતી.