For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીધામમાં ગઠિયાએ RTO ચલણની ફાઇલ મોકલી 10.81 લાખ ઉપાડી લીધા

12:55 PM Jul 22, 2025 IST | Bhumika
ગાંધીધામમાં ગઠિયાએ rto ચલણની ફાઇલ મોકલી 10 81 લાખ ઉપાડી લીધા

તમને કોઇ અજાણ્યા નંબર પર ટ્રાફિક ચલણની ફાઇલ મોકલે તો ખોલવી નહીં, સાયબર સેલ પોલીસની અપીલ

Advertisement

શહેરમાં પોતાની દુકાને રહેલા યુવાનના મોબાઇલમાં આર.ટી.ઓ. ટ્રાફિક ચલણ 500 એ.પી.કે. નામની એપ્લીકેશન ફાઇલ આપતાં તેણે ડાઉનડોલ કરી તેમાં પોતાની વિગતો નાખતાં મોબાઇલ હેક થઇ ગયો હતો. બાદમાં ઠગ ટોળકીએ આ યુવાનના ખાતામાંથી રૂૂા. 10,81,525 બારોબાર ઉપાડી લેતાં યુવાન પર આભ ફાટી પડયું હતું. અંજારની ચિત્રકૂટ સોસાયટીમાં રહેનાર ભાર્ગવ જિતેન્દ્ર રાવલ નામનો યુવાન ગત તા. 12-7ના આ બનાવનો ભોગ બન્યો હતો. આ યુવાન આદિપુરમાં ઓમકાર કોમ્પ્લેક્સમાં તથા ગાંધીધામમાં મામલતદાર કચેરી રોડ પાસે અમન કોમ્પ્લેક્સમાં નિત્યાનંદ પૂજાપા ભંડાર નામની દુકાન ચલાવે છે. બનાવના દિવસે ફરિયાદી પોતાની ગાંધીધામવાળી દુકાને હતો.

દરમ્યાન તેને અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં આર.ટી.ઓ. ટ્રાફિક ચલણ 500 એ.પી.કે. નામની ફાઇલ આવી હતી, જે તેણે પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી હતી, જેમાં ભારત સરકારનો આર.ટી.ઓ.નો લોગો વગેરે જણાયું હતું. આ એપ્લીકેશનમાં નોંધણી માટે તેણે આધારકાર્ડ નંબર, મોબાઇલ નંબર, બેંક ખાતાની માહિતી, નેટ બેંકિંગ આઇ, પાસવર્ડ વગેરે નાખતા મોબાઇલમાં સતત લોડિંગ બતાવતું હતું અને મોબાઇલ હેક કરી લેવામાં આવ્યું હતું. બાદમાં આ યુવાનના બે જુદા-જુદા ખાતામાંથી જુદા-જુદા ટ્રાન્ઝેક્શન થકી ઠગબાજ ટોળકીએ બારોબાર કુલ રૂૂા. 10,81,525 ઉપાડી લીધા હતા.

Advertisement

આ ઉપાડના સંદેશા તેને આવતાં તેના પર આભ તૂટી પડયું હતું. તેવો તરત જ 1930 પર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તેના પૈસા તેને પરત ન મળતાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઠગબાજ ટોળકી હાલમાં લોકોને આર.ટી.ઓ. ચલણ નામની ફાઇલ મોકલી તેમના ખાતામાંથી પૈસા ઉસેડી લેતી હોય છે. માટે અજાણ્યા નંબર પરથી આવતી કોઇ પક્ષ લિન્ક કે આવી ફાઇલ ડાઉનલોડ ન કરવા અને ન ખોલવા સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી સચેત રહેવા જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement