નકલી EDની ટીમમાં રેલવે અધિકારી, પત્રકારના નામ પણ ખુલ્યા
ઇન્કમટેક્સની રેડ પડે તે પાટીરને નિશાન બનાવવાનો હતો પ્લાન, ભુજની રાધિકા જવેલર્સમાંથી 25 લાખનો તોડ કર્યો, કુલ 12ની ધરપકડ
ગુજરાતમાં નકલી કોર્ટ, નકલી સરકારી ઓફિસો, નકલી આઈએએસ અને આઈપીએસ સહિત અન્ય અધિકારીઓ ઉપરાંત નકલી સરકારી ઓર્ડરો ઝડપાયા બાદ હવે EDના નામે તોડ કરનાર નકલી EDઆઈકાર્ડ સાથેની ટીમ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પૂર્વ કચ્છ પોલીસે એક મહિલા, એક પત્રકાર સાથે 12 આરોપીઓ ઝડપી પાડ્યા છે. ગત તા.02/12/2024 ના રોજ આ ગુનાના આરોપીઓએ ગાંધીધામ ખાતે આવેલ રાધીકા જવેલર્સ પેઢી તથા તેમના તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી સંગઠીત ટોળકી સાથે રેઈડ દર્શાવી ફરીયાદીના મકાને રહેલ સોના-ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેદની જાણ બહાર સોનાનો મુદ્દામાલ કિ.રૂૂ.25, 25,225/- ની ચોરી કરી નાસી ગયેલ હતા. જે બનેલ બનાવ બાબતે ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાને તાત્કાલીક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક સાગર બાગમારના સીધા સુપરવિઝનમાં તથા પ્રોબેશન ઈંઙજ વિકાસ યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એમ.ડી.ચૌધરી પોલીસ ઈન્સપેક્ટર એ’ડીવીઝન ગાંધીધામ નાઓની આગેવાનીમાં એમ.વી.જાડેજા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી.પીઆઇ એન.એન ચુડાસમા તથા એલ.સી.બી.સ્ટાફ તથા એ’ડીવીઝન પો.સ્ટે ની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ તથા સી.સી.ટી.વી. ફુટેજ આધારે ગુના કામે સંડોવાયેલ ઇસમોની ઓળખ મેળવી તેઓને સત્વરે શોધી કાઢવા અલગ અલગ ટીમો ભુજ,અમદાવાદ તથા ગાંધીધામ ખાતે રવાના કરી આ ગુના કામે સંડોવાયેલ 12 આરોપીઓને રાઉન્ડઅપ કરી તેઓની સઘન પુછપરછ કરતાં તેઓએ ગુનાને અંજામ આપેલાની કબુલાત આપી છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલ નકલી ઈ.ડી ના અધિકારી બનેલ તથા તેના સાગરીતો પાસેથી 100ગ્રામ સોનાનું બેસ્કીટ રૂા.7.80 લાખ, 6 નંગ સોનાના બેસ્લેટ 129.96ગ્રામ રૂા.14.47 લાખ ઇ.ડીનું નકલી આઇકાર્ડ 3 ફોરવ્હિલ અને એક એકિટેવા સહિત રૂા.45.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં પકડાયેલો અબ્દુલ સતાર અગાઉ જામનગર જિલ્લાના હત્યાના પ્રયાસ ખંડણી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.
નકલી ઇ.ડીની ટીમમા એક પત્રકાર અને એક રેલવે કર્મચારી હોવાનું તપાસમાં ખૂલ્યું
ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા, દેવાયત વીસુભાઈ ખાચર (મેઘપર(બો), અબ્દુલસતાર ઈશાક માંજોઠી,(કચ્છ મશાલ વીકલી ન્યુઝના પત્રકા2 તથા વ્હીલચેર ક્રિકેટ એશોસીયેશન ગુજરાત ના ડાયરેકટર, હિતેષભાઈ ચત્રભુજ, વિનોદ 2મેશભાઈ ચુડાસમા, ઈયુઝીન અગસ્ટીન ડેવીડ, આશિષ રાજેશભાઈ મિશ્રા, ચન્દ્રરાજ મોહનભાઈ નાયર, અજય જગન્નાથ દુબે, અમિત કિશોરભાઈ મહેતા, શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, નિશા વા/ઓ અમિત કિશોરભાઈ મહેતા, અમદાવાદની ધરપકડ કરી છે. પકડવાનો બાકી આરોપીનું નામ વિપીન શર્મા.
અમદાવાદનો રેલવે કર્મચારી ઇ.ડીનો નકલી અધિકારી બન્યો!
આ પ્લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદના આશિષ મિશ્રાનો સંપર્ક કરી તેને રેઇડ કરવા માટે ટીપ્સ આપી તે ટીપ્સ પર કામ કરવા માટે આશિષ મિશ્રાએ તેના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળી તેની સાથે કામ ક2તા અજય દુબે, અમિત મહેતા,નિશા મહેતા તથા વિપીન શર્મા નાઓએ સાથે મળી ઈ.ડી.ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીવીઝન રેલ મેનેજર (ઉછખ) ની ઓફીસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્દ્ર દેસાઈ ને સાથે રાખી રેઈડ ક2વાની જગ્યા તેમજ તેના મકાને રેઈડ દરમ્યાન મહિલાઓ હોવાનુ જણાવી મહિલાઓને સર્ચ કરવા માટે મહિલા નિશા મહેતા ને પણ સાથે રાખી ફરીયાદીની રાધિકા જવેલર્સ પર જઈ આરોપી શૈલેન્દ્ર દેસાઈએ ઈ.ડી.ના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી (ઊઉ)ના અધિકારી અંકિત તિવારીના નામની નકલી આઈ.કાર્ડ બતાવી રાધિકા જવેલર્સ ખાતે ખોટી રેઈડ દર્શાવી ત્યાર બાદ તેના મકાન પ2 તથા તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ ક2વાનો ઢોંગ કરી ફરીયાદીનાં મકાનમાં રહેલ સોનાના દાગીના તથા રોકડ રકમ અલગ તારવીની નજર ચુકવી આરોપી નિશા મહેતાએ સોનાના દાગીના માંથી કેટલાક દાગીનાની ચોરી કરી ગુનાને અંજામ આપ્યો હતો.