કચ્છમાં ખાણ ખનીજ વિભાગની ઝુંબેશ, ખનીજ ચોરી કરતા 18 ટ્રક ઝડપાયા
પૂર્વ કચ્છમાં ખાણખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરતા 18 ટ્રક પકડવામાં આવી. ખાણખનીજ વિભાગને ગેરકાયદે પરીવહન કરતી ટ્રકને બાતમી મળી હતી. બાતમીના આધારે ખાણખનીજ વિભાગે કાર્યવાહી કરતાં ગેરકાયદે પરીવહન કરતી ટ્રકને ઝડપી પાડી. આ કાર્યવાહીમાં ફ્લાઈંગ સ્કવોડે 18 ટ્રકોને ઝડપી પાડી. આ ટ્રકો લાકડીયા અને ગાગોદરમાંથી ઝડપી પાડવામાં આવી છે. ફલાઈંગ સ્કવોડને ઝડપી પાડેલ ટ્રકોમાંથી કુલ 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. વિભાગે ઝડપી પાડેલ ટ્રકોનો મુદામાલ કબજે કરતા તેના માલિકોને પણ સાણસામાં લીધા છે.ખાણખનીજ વિભાગે પૂર્વ કચ્છમાં ગેરકાયદે પરીવહન કરતી કુલ 18 ટ્રકોને ઝડપી વાહન માલિકોને 54 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે પૂર્વ કચ્છમાં મોટાપાયે માટી અને મિનરલ્સ માટેની લીઝ આવેલી છે. આ વિસ્તારમાંથી અનેક વખત ગેરકાયદેસર ખનન અને માલવહન થતું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી પૂર્વ કચ્છમાં ગેરકાયદે ખનન વધ્યું છે જેની સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરાતા મોટો દંડ વસૂલવામાં આવે છે.
પૂર્વ કચ્છ વિસ્તારમાં કુલ 300 જેટલી ખનીજ ખનન માટેની લીઝ આવેલી છે. જેમાંથી અંદાજે 245 જેટલી લીઝ હાલમાં કાર્યરત છે. કચ્છમાં બ્લેકટ્રેપ, ચાઈનાકલે, સાદી રેતી, બોલકલે, વ્હાઈટકલે, સીલીકાસેન્ડ, ગ્રેવલ, હાર્ડ મોરમ, સાદી માટી, લેટેરાઈટ, જીપ્સમ, ફાયર કલે, મારબલ, લાઈમસ્ટેાન સહિતના વગેરે જેવા અલગ અલગ પ્રકારના ખનીજોનું ખનન કરવામાં આવે છે. જો કે આ વિસ્તારમાં કોઈ મોટા મિનરલ્સની લીઝ મંજૂર કરવામાં નથી આવી. છેલ્લાં 2 વર્ષમાં દંડની રકમ વસૂલવામાં પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતું રાજ્યમાં ટોચ પર આવ્યું છે.