કંડલા બંદરમાં મેગા ડિમોલિશન, 250 કરોડની જમીન ખુલ્લી
100 એકર જમીનમાં ખડકાયેલા દબાણો દૂર કરવા સજજડ સુરક્ષા વચ્ચે ઓપરેશન
20 જેસીબી, 20 હિટાચી ટ્રક, 40 લોડર, 40 ડમ્પર, 1000 ટ્રેકટર અને ડ્રોન કેમેરા કામે લાગ્યા
કંડલાના મીઠા બંદર પર દબાણ દૂર કરવા માટે, દીન દયાળ બંદર સત્તામંડળના અધિકારીઓ અને કર્મચારીઓ અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ ના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધર્યું હતું અને 250 કરોડ કિંમતની જમીન ખાલી કરાવવામાં આવી હતી.
મીઠા બંદર પર દબાણ દૂર કરવા માટે પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓ ને તૈનાત કરવામાં આવ્યા છે. 4 થી 5 હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષાને લઈને તેમજ મીઠા બંદર મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા ને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ વિસ્તાર આશરે 4,000 થી 5,000 ની વસ્તી ધરાવતો દબાણ વિસ્તારમાંથી આ વિસ્તારમાં આશરે 250 કરોડ રૂૂપિયાની કિંમતની 100 એકર જમીન ખાલી કરાવવામાં આવી છે.
મીઠા બંદર દબાણ વિસ્તાર એક એવો વિસ્તાર છે જ્યાં ભૌતિક અને મિલકત જોડાણો અને જાણીતા બુટલેગરો સ્થિત છે. ખાસ કરીને, પેટ્રોલિયમ એક્ટ અને જાહેર સંપત્તિને નુકસાન કાયદા સંબંધિત ગુનાઓની સંખ્યા વધુ છે. આ મેગા ઓપરેશનમાં લગભગ 20 જેસીબી, 20 હિટાચી ટ્રક, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર અને ડ્રોન અને કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.