For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યા

01:13 PM Jun 28, 2025 IST | Bhumika
અંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33 65 લાખના દાગીના પડાવ્યા

પૂર્વ કચ્છમાં ી સુરક્ષાના ધજાગરા ઉડાવતી ઘટનાઓ સામે આવી છે. અંજારનાં વિજયનગરમાં રહેતા શખ્સે સગીરા સાથે અડપલા કરી રોકડા 4 લાખ પડાવી લીધા હોવાની ગંભીર ઘટના બની છે. તેમજ ગાંધીધામના ખારીરોહરમાં સગીરા સાથે બે ઈસમોએ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી.
આ બાબતે ભુજ રહેતા સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, અંજારના વિજયનગરમાં રહેતો આરોપી ઈરફાન વલુ શેખે ફરિયાદીની સગીર વયની દિકરીના ભોળપણનો લાભ લઈ તેના સાથે શારીરિક અડપલાં કરી ધાકધમકી કરી તેની પાસેથી બળજબરીથી 4 લાખ રોકડા અને 3.78 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના પડાવી લીધા હતા.

Advertisement

તેમજ આરોપી ઈરફાન સાથે હશીનાબેન નામની મહિલાએ ફરિયાદીની દિકરીને બદનામ કરવાની ધમકીઓ આપી જાતિ સૂચક શબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અંજાર પોલીસમાં વિવિધ ગંભીર ક્લમો તળે બે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ ગાંધીધામમાં રહેતા સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, રાપરના ખાંડેક ગામમાં રહેતો આરોપી બળદેવ ગોહિલ અને રાપરના લખાગઢનો કાંતિ ઉર્ફે કનૈયો પરમારે ફરિયાદીની 17 વર્ષીય સગીરવયની દિકરી સાથે ગાંધીધામના ખારીરોહર ગામની સીમમાં અવાર નવાર તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ ફરિયાદીની દિકરીને આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખશું કહી ધમકીઓ આપી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement