સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 સ્થળેથી 1.62 કરોડનો દારૂ ઝડપાયો
થર્ટી ફર્સ્ટ પૂર્વે બૂટલેગરો સક્રિય, મોટા પ્રમાણમાં દારૂ ઠાલવવાનું શરૂ
જામનગરમાં બે સ્થળેથી રૂા. 56 લાખ, ચોટીલા પાસેથી 31 લાખ, ઢસા પાસેથી 38 લાખ અને કચ્છમાંથી 37 લાખનો દારૂ ઝડપી લેતી પોલીસ
સૌરાષ્ટ્રમાં થર્ટીફર્સ્ટ જેમજેમ નજીક આવી રહી છે તેમ તેમ દારૂનો મોટો જથ્થો ઝડપાઈ રહ્યો છે છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લામાં બે સ્થળેથી રૂા. 56 લાખનો, ચોટીલા પાસેથી રૂા. 31 લાખનો રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર ઢસા પાસેથી રૂા. 38 લાખનો અને કચ્છમાંથી રૂા. 37 લાખનો મળી કુલ રૂા. 1.62 કરોડનો દારૂ ઝડપાયો છે.
ડિસેમ્બર માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં દારૂ લાવવાની શરૂઆત થઈ છે અને કેટલોક જથ્થો પકડાય છે જ્યારે મોટો જથ્થો ઘુસાડી દેવામાં આવે છે.
જામનગર જિલ્લાના મચ્છુબેરાજા ગામેથી રૂા. 31.25 લાખનો દારૂ તેમજ લાલપુર તાલુકાના ડબાસંગ ગામેથી રૂા. 14.25 લાખનો દારૂ ઝડપી લેવાયો છે અને બે શખ્સોની ધરપકડ કરી છે. તો ભાવનગર જિલ્લાના ઢસા નજીકથી પોલીસે રૂા. 38 લાખનો દારૂ ઝડપી લઈ એક ટ્રક ચાલકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચાર શખ્સોના નામ ખુલ્યા છે.
ચોટીલા નજીકથી પણ રૂા. 31 લાખનો દારૂ અને બિયર ભરેલો ટ્રક ઝડપાયો છે અને એક ટ્રક ચાલક ઝડપાયો છે. જ્યારે ચારના નામ ખુલ્યા છે.
કચ્છના પડાણામાંથી દારુ ભરેલું ટ્રેલર ઝડપાયું છે. પડાણામાં ટ્રેલરમાં ચોખાની આડમાં દારૂૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને ટ્રેલરને ઝડપીને તેમાંથી દારૂૂનો જથ્થ ઝડપીને મોટી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે રૂૂપિયા 12.93 લાખનો 24 પેટી દારૂૂ અને ચોખાના કટ્ટા જપ્ત કર્યા છે. આ સાથે જ રૂૂપિયા 20 લાખના ટ્રેલર સહિત રૂૂપિયા 57.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરિયાણાના પાણીપતથી ચોખાની આડમાં વિદેશી દારૂૂનો જથ્થો મગાવ્યો હતો. પોલીસે બે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.