ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો

01:49 PM Jul 10, 2025 IST | Bhumika
Advertisement

કુખ્યાત બુટલેગર ફોર્ચ્યુનરથી ટેન્કર આગળ પાયલોટીંગ કરતો હતો: 6 શખ્સો સામે ગુનો નોંધાયો, 26173 દારૂની બોટલ જપ્ત: ત્રણ ઝડપાયા

Advertisement

પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકાના તલવાણા ગામે દરોડો પાડી દારૂૂનો ક્વોલિટી કેસ શોધ્યો છે. ગેસના ટેન્કરમાં છુપાવીને લાવવામાં આવેલો 1.54 કરોડનો દારૂૂ પકડાયો છે આ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે કટીંગ થાય તે પહેલા જ દારૂૂ કબજે કરવામાં આવ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, પશ્ચિમ કચ્છ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર.જેઠીના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, ત્રગડી ગામના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા અને અબડાસાના ખાનાયના જીતુભા ઉર્ફે જીતિયો મંગળસિંહ સોઢાએ ગુજરાત બહારથી ગેસના ટેન્કર નંબર જીજે 06 એયુ 6669 માં ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો મંગાવ્યો છે અને આ ટેન્કર મુન્દ્રાથી માંડવી સુધી લાવવા માટે યુવરાજસિંહ જાડેજા પોતાના કબજાની સફેદ કલરની ફોર્ચ્યુનરથી ટેન્કર આગળ પાયલોટિંગ કરે છે અને આ ટેન્કર મુન્દ્રા-માંડવી રોડ પર તલવાણા ગામ પાસે આવેલ હોટલ ઓમ બન્ના પાસે ઊભું હોવાની બાતમી મળી હતી.

ટેન્કરમાં રહેલો જથ્થો રાત્રિના કટીંગ કરવાના હતા તે હકીકતને આધારે એલસીબીની ટીમ દ્વારા રાત્રિના દરોડો પાડવામાં આવ્યો હતો.જેમાં ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં દારૂૂ મળી આવ્યો હતો ગેસનું ટેન્કર ચાલુ હતું ત્યારે ટેન્કરની કેબીનમાં બેઠેલા ડ્રાઈવર સહિત ત્રણની અટક કરાઈ હતી.

રાજસ્થાનના ડ્રાઇવર કૃષ્ણકુમાર માલારામ જાટ ચૌધરી તેમજ તેની સાથે રાજસ્થાનના લોકેન્દ્રસિંહ પુરનસિંહ રાજપૂત તેમજ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામના રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાની અટક કરાઈ હતી.ટેન્કરમાં પાનાની મદદથી ઢાંકણું ખોલી તપાસ કરતા દારૂૂની પેટીઓ જોવા મળી હતી. કુલ 26,179 દારૂૂની બોટલો કબજે કરાઈ હતી. જેની કિંમત 1,53,86,500 આંકવામાં આવી છે. આ સાથે 10 લાખના ટેન્કર અને ત્રણ મોબાઇલ મળી કુલ 1,64,26,500 નો મુદ્દામાલ કબજે કરી કોડાય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આગળની તપાસ એલસીબીએ હાથ ધરી છે પશ્ચિમ કચ્છનો આ અત્યારસુધીનો સૌથી મોટો દરોડો છે.

ત્રગડીના આ કુખ્યાત બુટલેગર યુવરાજસિંહનો ગત 24 મે ના એસએમસીએ દારૂૂ પકડ્યો હતો. એસએમસીએ માંડવી તાલુકાના ત્રગડી ગામે દારૂૂનું કટીંગ થતું હતું ત્યારે દરોડો પાડી 83.78 લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો જે બાદ પણ આ બુટલેગરે દારૂૂનો ધંધો બંધ ન કર્યો હોય તેમ ફરી માલ મંગાવ્યો અને દારૂૂ પકડાઈ ગયો હતો. આરોપી બંને દરોડામાં ફરાર છે જેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ઝડપાયેલા રામદેવસિંહની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેને ત્રગડી ગામનો યુવરાજસિંહ જાડેજા 8 જુલાઈના રાત્રિના પોતાની સફેદ કલરની ફોર્ચ્યુનરમાં બેસાડી લઈ ગયો હતો દારૂૂ ભરેલ ટેન્કરમાં પ્રાગપરથી બેસાડ્યો હતો અને કહ્યું હતું કે ટેન્કરને મારી ગાડી પાછળ આવવા દેજે.આ ટેન્કર ઓમ બન્ના હોટલ તલવાણા પાસે ઉભું રાખતા યુવરાજસિંહ પોતાની ગાડી લઈને નીકળી ગયો હતો.

દારૂૂ મંગાવનાર મુખ્ય બુટલેગર ત્રગડીનો યુવરાજસિંહ વજુભા જાડેજા, અબડાસાના ખાનાયનો જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા, ટેન્કરનો ડ્રાઇવર કૃષ્ણકુમાર માલારામ જાટ ચૌધરી, લોકેન્દ્રસિંહ પુરનસિંહ રાજપુત અને પ્રાગપરથી ટેન્કરમાં બેસનાર ગુંદિયાળીના રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ જાડેજા તેમજ માલ મોકલનાર અજાણ્યા મોબાઈલ ધારક સામે કોડાય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ટેન્કરને ગેસ કટરથી કાપવાની ફરજ પડી
ગેસના ટેન્કરમાં ઢાંકણું ખોલીને જોતા તેમાં દારૂૂની પેટીઓ હતી ત્યાંથી શરાબની પેટીઓ બહાર કાઢવી મુશ્કેલ બનતા કટર વડે ટેન્કરનું ઢાંકણું કાપી દારૂૂની પેટીઓ કાઢવામાં આવી હતી.આખી રાત આ કામગીરી ચાલી હતી કોડાય પોલીસ સ્ટેશનમાં મોટા પ્રમાણમાં દારૂૂની પેટીઓ ઉતરતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

Tags :
crimegujaratgujarat newsKutchKutch newsliquor
Advertisement
Next Article
Advertisement