કચ્છના ટ્રાન્સ્પોર્ટરોનું ‘નો રોડ, નો ટોલ’ આંદોલન
ભાંગેલા રસ્તા સામે અંતે બુંગિયો ફૂંક્યો, 12મીથી સ્વૈચ્છિક હડતાલ
કચ્છના ગાંધીધામ ખાતે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનો દ્વારા નસ્ત્રનો રોડ, નો ટોલસ્ત્રસ્ત્ર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલનનો મુખ્ય હેતુ બિસ્માર અને ખરાબ હાલતમાં રહેલા રસ્તાઓ સામે વિરોધ નોંધાવવાનો છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, આગામી 12 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ટ્રક હડતાળ પાડવામાં આવશે.
આ હડતાળમાં વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો, વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનો જોડાશે, જે દર્શાવે છે કે આ સમસ્યાનું પ્રમાણ કેટલું ગંભીર છે અને કેટલા મોટા વર્ગને તે અસર કરી રહી છે. આ આંદોલનને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સનો પણ ટેકો મળ્યો છે.
આ આંદોલનના ભાગરૂૂપે, આયોજકો દ્વારા આગામી દિવસોમાં સામખિયાળી ટોલનાકા પર ચક્કાજામ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચક્કાજામ દ્વારા સરકાર અને ટોલ ઓપરેટરોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત, આંદોલનને વધુ અસરકારક બનાવવા માટે એક અનોખું અભિયાન શરૂૂ કરવામાં આવશે. દરેક ટ્રક અને અન્ય વાહનો પર નો રોડ, નો ટોલના સ્ટીકર લગાવવામાં આવશે. આ સ્ટીકરો દ્વારા સામાન્ય જનતામાં પણ આ મુદ્દે જાગૃતિ ફેલાવવાનો હેતુ છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, જ્યારે રસ્તાઓ જ યોગ્ય નથી તો ટોલ ટેક્સ શા માટે ભરવો જોઈએ.
બિસ્માર રસ્તાઓને કારણે માલ પરિવહનનો સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો છે. વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં આ આંદોલન કરવાની ફરજ પડી છે. આ આંદોલન માત્ર ટ્રાન્સપોર્ટરો પૂરતું સીમિત નથી, પરંતુ વેપારીઓ અને ઉદ્યોગોને પણ તે સીધી અસર કરે છે. આશા છે કે આ આંદોલન બાદ સરકાર અને સંબંધિત વિભાગો આ મુદ્દાને ગંભીરતાથી લેશે અને ઝડપી પગલાં ભરશે.