કચ્છ: માંડવીના મોટા કાંડગરાથી 67 મજૂરોનું NDRFની ટીમ દ્વારા રેક્સ્યું, બચાવકામગીરી પહેલા એક મજુરનું ડૂબવાથી મોત
કચ્છમાં ભારે વરસાદના કારણે માંડવી તાલુકાના મોટા કાંડાગરા ગામ પાસેના નીચાણવાળા વાડી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં અહીં બનેલી લેબર કોલોનીમાં રહેતા મજૂરોના જીવ ખતરામાં મુકાયા હતા. જોખમી પરિસ્થિતિમાં મજૂરો દ્વારા વહીવટીતંત્રને જાણ કરવામાં આવતા તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર પહોંચી ગયા હતા. પાણીનો પ્રવાહ ખૂબ ભારે હોવાથી અંદર સુધી જઇ શકાય તેમ ન હતું. જેથી તત્કાલ ભુજથી એનડીઆરએફની ટીમ બોલાવીને રેસ્કયું કામગીરી શરૂ કરાઇ હતી.
હોડીની મદદથી ૬૭ મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે એક મજૂર બચાવ કામગીરી પહેલા જ પાણીમાં ડુબી જવાથી મોત થયું હતું.હાલ તમામ મજૂરોને અદાણી કોલોનીમાં આશ્રય આપવામાં આવ્યો છે અને તમામ માટે ભોજન, પાણી, દવા સહિતની તમામ પ્રાથમિક વ્યવસ્થા કરવામાં આવી છે. રાહત-બચાવની કામગીરીમાં એનડીઆરએફની ટીમ સાથે પીએસઆઇ ચાવડા, વિસ્તરણ અધિકારી ભગીરથસિંહ ગોહિલ જોડાયા હતા.