રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળી

02:09 PM Mar 20, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભુજમાં પોલીસના કોમ્બિંગ દરમ્યાન રહીમ નગરમાં તપાસ કરતા સ્કોર્પિયોમાંથી 24 લાખના દાગીના અને 6.90 લાખ રોકડા મળી આવ્યા હતા.જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

રાજ્ય પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ભુજ એ ડિવિઝન પોલીસે સપાટો બોલાવ્યો છે.મંગળવારે કોમ્બિંગ દરમિયાન પ્રભુનગર પાસે આવેલા વાડામાં હથિયારો અને નકલી સોનાના બિસ્કીટ તેમજ આધાર પુરાવા વગરના મોબાઈલ સાથે નૂરમહંમદ ઈબ્રાહીમ અજડીયા અને મોહિત પ્રદીપ માખીજાની ધરપકડ કરાઈ હતી.રાત્રિના આ કોમ્બિંગ યથાવત હતું એ દરમિયાન રહીમ નગરમાં ઉસ્માની મસ્જિદ પાસે એક શંકાસ્પદ સફેદ કલરની સ્કોર્પિયો ગાડી જોવા મળી હતી.જેમાં ચાલક હાજર ન હતો પરંતુ ગાડીમાં તપાસ કરતા 24,31,342 ના સોના ચાંદીના 33 દાગીના અને 6.90 લાખ રોકડા અને 8 હથિયાર જેમાં સ્ટીલનું ધારીયુ,4 તલવાર, એક ભાલો,બે લોખંડના પાઇપ મળી આવ્યા હતા.આ તમામ મુદ્દામાલ શંકાસ્પદ હોવાથી કબજે કરવામાં આવ્યો હતો તેમજ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 12 ઋઊ 1755ની ની તપાસ કરતા આ ગાડી રહીમનગરના ઇમામ ચોકમાં રહેતા સમીર અબ્દુલ કાદર સોઢાની હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ આરોપી સામે એ ડિવિઝન પોલીસમાં અગાઉ છેતરપિંડી, અપહરણ અને ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુના નોંધાયેલા છે. પોલીસે 5 લાખની સ્કોર્પિયો ગાડી સહિત 36.21 લાખનો મુદ્દામાલ શંકાસ્પદ તરીકે કબજે કર્યો છે.આ કામગીરીમાં એ ડિવિઝન પીઆઇ એચ.એસ.ત્રિવેદી, એસઓજી પીઆઈ કે.એમ.ગઢવી તેમજ એલસીબી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Tags :
BhujBhuj newscrimegujaratgujarat newsKutch
Advertisement
Advertisement