અકસ્માત કેસમાં ઇજાગ્રસ્ત દંપતીને 1.80 કરોડનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ
કચ્છ ખાતે વતનમાં આવતા મુંબઇના દંપતીની જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો’તો
કચ્છ જિલ્લાના દુધઈ ખાતે 10 વર્ષ પૂર્વે ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મુંબઈના દંપતિને ગંભીર ઇજા પહોંચવાના કેસમાં વીમા કંપનીને રૂૂ.1.80 કરોડનું જંગી વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ મુંબઈ અંધેરી ખાતે રહેતા જમનાબેન બેરા અને તેમના પતિ કેશવજીભાઈ વેલજીભાઈ બેરા વતન કચ્છ મુકામે ગત તા.16/ 1 /15 ના રોજ જીજે 12 સીડી 8033 નંબરની જીપમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે દૂધઇ પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવતા આરજે 19 જીબી 1193 નંબરના ટ્રેક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતીને ગભીર ઇજા પહોંચી હતી.
બાદ ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ અકસ્માત વળતર મેળવવા માટે અદાલતમાં ક્લેમ કેસ દાખલ કર્યો હતો જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ક્લેમ કરનાર દંપત્તિના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ તબીબ દીનેશ ગજેરાની જુબાનીમાં મગજમાં ઇજાઓ થવાથી જમનાબેન બન્ને આંખોએ અંધત્વ પામેલ હોય સરકારી હોસ્પિટલના અભિપ્રાયથી કોર્ટે અરજદાર જમનાબેનને 80 ટકા ખોડ હોવાનુ માની લીધેલ હોય કલેઇમ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે અરજદારના વકીલની ધારદાર દલીલ અને રજુ કરેલા દસ્તાવેજોને ધ્યાનમાં લઇ જમનાબેનના કેશમાં કોર્ટે વ્યાજ સહિત રૂૂ.1.54 કરોડ અને જમનાબેનના પતી કેશવજીભાઈને રૂૂ.25.50 લાખનું વળતર મંજુર કરતો હુકમ કર્યો છે.આ કામમાં દંપતી વતી રાજકોટના કલેઈમ ક્ષેત્રના નિષ્ણાત એડવોકેટ શ્યામ જે. ગોહિલ, કે.કે. વાઘેલા, ભાવીન હદવાણી(પટેલ), હિરેન જે.ગોહિલ, મીરા એસ.ગોહિલ, પુનીતા વેકરીયા(પટેલ), અશોક કે. લુભાણી, દીવ્યેશ કણઝારીયા, હિરેન કણઝારીયા અને મોહીત ગેડીયા રોકાયા હતા.