રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છમાં ‘જીયાદે’ જીગર બનીને સગીરા પર દુષ્કર્મ આચર્યુ

11:30 AM Oct 18, 2024 IST | admin
Advertisement

ઓનલાઇન ગેમિંગના માધ્યમથી મહારાષ્ટ્રનો જીયાદ સગીરાના સંપર્કમાં આવ્યો હતો

Advertisement

આરોપી દુષ્કર્મ ગુજારી કહ્યું, તારે મારી સાથે લગ્ન નહીં પરંતુ ‘નિકાહ’ કરવા પડશે ને કિશોરીને હકીકતની જાણ થઇ

મહારાષ્ટ્ર રાજ્યના પુનાના જીયાદ નામના ઇસમે વિડીયો ગેમના માધ્યમથી પરિચય કેળવી માંડવીના ગોધરાની કિશોરીને જીગર નામ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને દુષ્કર્મ આચર્યા બાદ લગ્નની વાત આવતા જ નિકાહ પઢવાનું કહી કિશોરીને ધર્મપરિવર્તન કરી લેવા દબાણ કરાયું હતું. સગીરા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું ભુજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં વિવિધ કલમો તળે આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્રણ વર્ષ અગાઉ માંડવી તાલુકાના ગોધરામાં રહેતી 17 વર્ષીય કિશોરીને પુનાના આરોપી જીયાદ ઉર્ફે સમીર લતીફે ખોટી ઓળખ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી.

ભોગ બનનાર કિશોરી અને આરોપી ફ્રી ફાયર ગેમના માધ્યમથી પરિચયમાં આવ્યા હતા. જે બાદ આરોપીએ સ્નેપચેટ પર વાતચીત કરી પોતાનું નામ જીગર હોવાનું કહી ફોટા શેર કર્યા હતા. બન્ને વચ્ચે પ્રેમ સબંધ બાદ આરોપીએ કિશોરી સાથે શરીર સબંધ બાંધ્યો હતો. જે બાદ વાત પરસ્પર લગ્ન કરી લેવા સુધી પહોચી ગઈ હતી. ત્યારે આરોપીએ પોતાની સાથે લગ્ન નહિ પણ નિકાહ કરવા પડશે તેવું કહેતા કિશોરીને પોતાનો પ્રેમી જીગર નહિ પણ જીયાદ હોવાનું જાણવા મળ્યું હતું.

જે બાદ આરોપીએ કિશોરીને ધર્મ પરિવર્તન કરી લેવા દબાણ કર્યો હતો.
જોકે કિશોરીને સમગ્ર બાબતની જાણ થતા પોતે આરોપી સાથે વાતચીત બંધ કરી દીધી હતી. પરંતુ આરોપી વારંવાર ફોન કરી પરેશાન કરતો હતો. હાલ સમગ્ર મામલે બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે એટ્રોસીટી,પોક્સો, બળાત્કાર અને ધર્મ પરિવર્તન કરવા મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન તપાસ ચલાવી રહ્યા છે.

Tags :
'Jiyade' molestedcrimegujaratgujarat newskachchkachchnewsKutchminors by posing as Jigarrape
Advertisement
Next Article
Advertisement