For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂપિયા 100-200ની ડુપ્લીકેટ ચલણી નોટ છપાઈને બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાગળ જપ્ત કર્યા

11:16 AM May 16, 2025 IST | Bhumika
રૂપિયા 100 200ની ડુપ્લીકેટ ચલણી નોટ છપાઈને બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાગળ જપ્ત કર્યા

ઉપર-નીચે સાચી નોટ અને વચ્ચે કોરી, સાઈડમાં જે-તે કલરવાળી નોટોના બંડલ બનાવી અનેકને શીશામાં ઉતાર્યાના બનાવ સામે આવી ચૂક્યા છે ત્યારે આ રીતે છેતરપિંડીનો ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સનાં ઘરમાંથી આવા બંડલો બનાવા માટેના કાગળના 90 બંચ મળી આવતાં પોલીસના કોમ્બિંગને સફળતા પ્રાપ્ત થઈ છે. જો કે, આરોપી હાજર મળ્યો ન હતો અને તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભારતીય ચલણની 100 અને 200ની ચલણી નોટના કલર જેવા સાઈડમાં કલર અને વચ્ચે કોરા એવા બંડલ મળ્યા છે.

Advertisement

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ભુજમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈસમોની તપાસાર્થે ખાસ કોમ્બિંગ આદરવા એલ.સી.બી., એસ.ઓ.જી. અને એ તથા બી-ડિવિઝન પોલીસને માર્ગદર્શન સાથે સૂચના આપતાં પોલીસે વિવિધ ટીમો બનાવી આ કોમ્બિંગ આદર્યું હતું. એલસીબીના પી.આઈ. સંદીપસિંહ ચૂડાસમા અને બી-ડિવિઝનના પીઆઈ જય કે. મોરીનાં માર્ગદર્શન હેઠળ પોલીસે હાથ ધરેલાં કોમ્બિંગમાં આલાવારા કબ્રસ્તાન પાછળ આવેલા શેખ ફળિયામાં રહેતા રમજાનશા કાસમશા શેખના ઘરની તપાસ કરતાં કોઈને છેતરવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી ભારતીય ચલણની નોટોના કલર અને માપ સાઈઝના કાગળના 90 બંચ મળી આવ્યા હતા. જો કે, આરોપી હાજર મળ્યો ન હતો.

રમજાનશા વિરુદ્ધ અગાઉ એ-ડિવિઝન તથા માધાપર પોલીસ મથકે છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આમ આવા બંડલોના ઉપયોગથી કોઈ છેતરાય તે પૂર્વે મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આદરી છે અને તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં પીઆઈ ચૂડાસમા, મોરી, પીએસઆઈ આર.એલ. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ એલસીબી અને બી-ડિવિઝનનો સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement