ભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડ
ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી રેજન્ટા હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં કેટલાક અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ પણ હતા. હોટલના રૂમમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે, મધરાત્રે લગભગ બાર વાગ્યાના અરસામાં હોટલના રૂૂમ નંબર 404માં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસ જ્યારે રૂૂમમાં પ્રવેશી ત્યારે ટેબલની આસપાસ ખુરશીઓમાં સાત શખ્સો ગંજીફાથી તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. ટેબલ પર મોંઘી વિદેશી બ્રાન્ડની વ્હિસ્કીની બે બોટલો અને પૈસાનો ઢગલો પડેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બે શખસો દારૂૂ પીધેલી હાલતમાં હતા. પોલીસે કુલ 15.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હોટલમાં અધિકારી અને પૂર્વ અધિકારીઓ દારૂૂની મહેફિલ સાથે જુગાર રમતા રંગે હાથે ઝડપાયા છે, જેમાં પૂર્વ ડીડીઓ ચંદ્રકાંત પટેલ, ભુજ છઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર ચિરાગ ડુડીયા, સરકારી એન્જિનિયર નરેન્દ્ર ભદ્રા સહિત નિવૃત્ત કાર્યપાલ ઈજનેર કિરીટ રમેશભાઈ પટેલ, ચંદ્રકાન્ત જાદવજી પટેલ, નિવૃત્ત વર્ક આસીસ્ટન્ટ જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા, નાયબ કાર્યપાલ ઈજનેર સંજય પ્રવિણભાઈ પટેલ એક્શન અધિકારી નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા અને નિવૃત્ત કાર્યપાલ ઈજનેર અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર સહિત અન્ય 7 પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે દરોડા દરમિયાન, જુગારના પટમાંથી રૂૂ. 14,000 અને જુગારીઓની અંગઝડતીમાંથી રૂૂ. 1 લાખ રોકડા મળી કુલ રૂૂ. 1.14 લાખ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રૂૂ. 4.70 લાખના આઠ મોબાઈલ ફોન અને આરોપી ચિરાગ ડોડીયાની રૂૂ. 10 લાખની કાર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે કુલ રૂૂ. 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાંથી કિરીટ પટેલ અને જયેન્દ્રસિંહ ઝાલા દારૂૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેમના કબજામાંથી રૂૂ. 24,000ની કિંમતની વિદેશી બ્રાન્ડના દારૂૂની બે બોટલો મળી આવી હતી, જે જયેન્દ્ર ઝાલા દ્વારા લાવવામાં આવી હોવાનું ખુલ્યું છે. આથી પોલીસે બંને વિરુદ્ધ દારૂૂબંધી કાયદા હેઠળ અલગથી ગુનો નોંધ્યો છે.