કચ્છમાં મળ્યા ‘સોનાના પથ્થર’, આરબ દેશોમાં ભારે માંગ
નખત્રાણાના પાલનપુર-બાડી ગામની સીમમાં આવેલ વોંકળામાંથી મળી રહ્યા છે ચળકતા પથ્થરો
જમ્મુ અને કાશ્મીરમાં સોનાની ખાણો મળી આવી છે. વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા છે. આગામી 10 વર્ષમાં તેમાં માઇનિંગ પણ શરૂૂ કરવામાં આવશે તેવો અંદાજ છે. જો કે હવે કચ્છમાંથી પણ સોનું મળી આવ્યું છે. આ સોનાની સમગ્ર વિશ્વમાં બોલબાલા છે. ખાસ કરીને અરબનાં વિવિધ દેશોમાં આ પથ્થરનું સુશોભન તરીકે ખુબ જ માંગ વધી રહી છે. અરબસ્તાની શેખોમાં આ પથ્થર માટે ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
સમગ્ર વિશ્વ સોના પાછળ ઘેલું છે, ત્યારે કચ્છના પાવર પટ્ટીમા સોના જેવા ચળકતા પથ્થરો જોવા મળી રહ્યા છે. જેને લઇને સ્થાનિક લોકોમા એક ઉત્કસુકતા જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે સરકાર દ્રારા કંઇક સંશોધન થાય તો જરુર સોનાનો સુરજ ઉગે તેમ છે.
કચ્છના નખત્રણાના પાવર પટ્ટીમા આવેલું પાલનપુર-બાડી ગામ અને ગામની સીમ આવતો વોકળો સોનવો અને સોનજરથી જાણીતો આ વોકળો જે ઝુરા ગામના ડુંગરોમાથી આવે છે. લોકોમા કુતુહલ જગાડે તેવું અહીં જોવા મળી રહ્યું છે. વર્ષોથી આ વોકળો છે અને આ વોકળામા સોના જેવા ચળકતા પથ્થરો જોવા મળે છે. જેમ પથ્થર તોડવામા આવે તેમા સોના જેવી ઝીણી કળી મળી આવે છે. જો કે તેની કોઇ કિંમત મહત્વની નથી. તે માત્ર પથ્થર સમાન જ છે.
આગમવાણીમાં આ સોનવા વોકળા વિશે પણ ઉલ્લેખ કરેલો છે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. ભુજ તાલુકાની રૂૂદ્રમાતા જાગીર અને નખત્રાણા તાલુકાની થાન જાગીર વચ્ચે કચ્છના મોટા રણને અડીને પથરાયેલા પ્રદેશ પાવરપટ્ટી તરીકે રાજાશાહી વખતથી પ્રખ્યાત છે. આ વિસ્તારમાં લોરિયા, ઝુરા, બાડી, નિરોણા અને ઓરીરા ગામોની દક્ષિણે મોટી-મોટી પર્વતની હારમાળા છે. ઝુરા અને બાડી વચ્ચેના ડુંગરોમાંથી એક છેલો (ઝરણું) નીકળે છે. જે આ પંથકમાં સોનજર તરીકે પ્રખ્યાત છે. કેટલાક લોકો તેને નસોનવોથના છેલા તરીકે પણ ઓળખે છે. આ છેલાના પથ્થરો અને છેલ્લો જ્યાંથી ઉત્પન્ન થાય છે તે ડુંગરના પથ્થરો ઝીણી-ઝીણી સુવર્ણ કણિકાઓથી કંડારેલા છે. આ પથ્થરને તોડતાં જ તેમાં રહેલું સોનું ઝળહળી ઊઠે છે.
આ બાબતે કચ્છ યુનિવસિટીના અર્થે એન્ડ એનવાયેમેન્ટલ સાયાન્સ વિભાગના પ્રોફેસર ડો.ગૌરવ ચૌહાણ કહે છે. ઝારા ડુંગરના હારામાળામાં આ રીતના પથ્થરો સોનેરી છે. પણ તેમનુ કહેવું છે આ સોના જેવા છે પરંતુ સોનાના પથ્થરો નથી. વર્ષોની કુદરતી રીતે બનેલા છે. આ પથ્થર એક રીતના લાઇમ સ્ટોન છે, ગોલ્ડન ઓલાઇટ જેવો પથ્થર કચ્છના ઝુરાના ડુંગરમા જોવા મળે બાકી યુરોપના અમુક દેશમા જોવા મળે છે. ઝુરા વિસ્તાર માથી પુનાથી જીઓલોજી વિભાગના વિધાથી અભ્યાસ કરવા માટે આવે છે. હાલ આ કિંમતી ધાતુનું સંશોધન જરૂૂરી બન્યું છે. જો અહીંના ખંડકોમાં સોનાની મોજૂદગી ઉત્પાદનમાં પરિણમે તો કામણગારા કચ્છડાની કિર્તી આભે ચડી દેશને સોનું પુરૂૂં પાડતી કર્ણાટકની કોલારની ખાણોની જેમ અહીંના સુવર્ણ જડીત ખડકોવાળા ડુંગર કચ્છ માટે નકોલારથ બની શકે છે.
આ ડુંગરમાં સોનાની હાજરીના પુરાવા
કચ્છ રાજપરિવારના સત્સ્ય અને જાણીતા પર્યાવરણવાદી સ્વ. હિંમતસિંહજી પણ આ ડુંગરોના પથ્થરોમાં સોનાની મોજૂદગીને સમર્થન આપતા એટલું જ નહીં રાજાશાહી શાસનકાળ દરમ્યાન આ અંગે સંશોધન પણ થયાં હોવાનું કહેતાં રાજવંશના જાણીતા સેક્રેટરી અને ભૂસ્તરશાસ્ત્રી જનરલ સ્મિથે ઝુરા ડુંગરોના પથ્થરોમાં સચવાયેલા સોનાને ગાળવાના પૂરતા પ્રયાસો આદર્યા હતા, પરંતુ તે વખતે ટાંચા સાધનો અને અવિકસિત વૈજ્ઞાનિક ટેક્નોલોજીને લીધે પથ્થરોમાંથી સોનું છૂટું પાડવાની પ્રક્રિયાનો ખર્ચ ઉપલબ્ધ સોના કરતાં વધી જતો હોઈ આ સંશોધન પડતું મૂકવામાં આવ્યું હતું.