ભુજમાં જુગારનો દરોડો: 41.72 લાખનો મુદ્દામાલ જપ્ત
નાગોર રોડ પર ઝાડીમાં જુગારની કલબ શરૂ થઇ’તી: 18 શખ્સોને ઝડપી લીધા, 5.23 લાખની રોકડ જપ્ત
શ્રાવણ માસમાં જુગારની મૌસમ પૂરબહારમાં ખિલી હોય તેમ પ્રતિદિન અનેક ખેલીઓ પોલીસના હાથ લાગી રહ્યા છ. આ દરમિયાન આજે ભુજ એ ડિવિઝન પોલીસે શહેરની ભાગોળે બી ડિવિઝન પોલીસની મદદ વડે મોટી જુગાર પકડી પાડતા ચકચાર પ્રસરી ગઈ હતી. પોલીસ મથકની હદ બહાર રમાતી જુગાર પર દરોડો પાડી એ ડિવિઝન પોલીસે એક સામટા 18 ખેલીઓને ઝડપી પાડી રૂૂ 5 લાખ 23 હજારની 500ની રોકડ સાથે ફોર વહીલ, રીક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ 41 લાખ 72 હજાર 500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ વર્ષની સૌથી મોટી જુગાર પકડાતા જુગારી તત્વોમાં સોપો પડી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આઇ/સી પોલીસ ઇન્સપેકટર આરસી ગોહીલના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટાફ તથા ભુજ શહેર બી.ડીવી.પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સંયુકત રીતે બાતમીના આધારે દરોડો પાડતા શહેરની ભાગોળે આવેલા નાગોર રોડ પરના પાંજરા પોળ પાછળ બાવળોની ઝાડીઓ વચ્ચે જાહેર ખુલ્લી જગ્યામાં બેટરીની લાઇટના અજવાળે ધાણીપાસા વડે રૂૂપીયાની હારજીતનો જુગાર રમતા ઈસમો પાસેથી રૂ.5.23 લાખની રોકડ, રૂ.1.59 લાખના મોબાઇલ નંગ-15, રૂ.3.60 લાખના ટુ વ્હીલર વાહન નંગ-11 તથા રૂ.31 લાખના ફોરવ્હીલ વાહન નંગ- 6 રૂ.30 હજારની રીક્ષા નંગ-1 એમ કુલ રૂ.41 લાખ 72 હજાર 500ના મુદામાલ સાથે અઢાર આરોપીઓને ધાણીપાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા, આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓમાં ભુજના કાસમ જુમા કેવર, પ્રેમલ કિરણભાઇ શાહ, અંજાર તા.ના સીનુગ્રાના હાજી નુરમામદ ગંઢ, ભુજના દિપ શાંતિલાલ વ્યાસ, સલીમ જુસબ મોખા,અબ્દુલ લતિફ મેમણ, પુંજન ગિરિશભાઇ, મામદ હુસૈન જુણેજા,ઇમરાન અબ્દુલકરીમ નાઇયા, મીત કાંતીભાઈ ઠકકર, જયેશ કરસનજી વ્યાસ, હિરેન દિનેશભાઈ ઠકકર, હનિફ સુલેમાન પારા, હલીમાબાઇ હસમુખભાઇ ગોર,સલમાબાઇ સલેમાન ગંઢ, સંદીપ રમણલાલ શાહ, રજાક મામદ જુણેજા, હિરેન શાંતીલાલ ગોર સામે જુગરધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.