નખત્રાણા નજીકથી શિકારના ઇરાદે નીકળેલા ચાર ઝડપાયા
કચ્છમાં નિરોણા પોલીસ ઘ્વારા શિકાર કરવાનાં ઈરાદે નિકળેલ ચાર ઇસમો વન વિભાગને સુપ્રત કરાયા હતા. જેમાં નખત્રાણા પૂર્વ ફોરેસ્ટ વિભાગ ધ્વારા વધુ સધન તપાસ હાથ ઘરી તા.19/12/2023ના રોજ નખત્રાણા નામદાર કોર્ટમાં રજુ કરતાં કોર્ટ દ્વારા ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરાયા હતા.
કચ્છ પશ્ચિમ વન વિભાગનાં વડા યુવરાજસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક એમ.આઈ.પ્રજાપતિનાં માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. ડી.બી.દેસાઈ તથા નખત્રાણા પૂર્વ રેન્જનાં સ્ટાફ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત ગુનો નોધી ઘોરણસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજુ કરતાં ચારે ઇસમોનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજુર કરાર્યા છે.
નખત્રાણા તાલુકામાં છારીઢંઢ ક્ધઝર્વેશન રીર્ઝવ તથા અન્ય અનામત જંગલ વિસ્તારોમાં ઘણા વન્યજીવોના વસવાટ છે. આવા અબોલા પશુ-પક્ષીનાં સંરક્ષણ અને સંવર્ધન માટે આવી શિકારની પ્રવૃતિ અટકે એ અંત્યત જરૂરી છે.