For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીધામના પડાણામાંથી 24.64 લાખનો વિદેશી દારૂ-બિયર ઝડપાયો

01:44 PM Sep 23, 2025 IST | Bhumika
ગાંધીધામના પડાણામાંથી 24 64 લાખનો વિદેશી દારૂ બિયર ઝડપાયો

બે આરોપીની ધરપકડ, 4 હજારથી વધુ દારૂની બોટલ અને 1176 બિયર ટીન જપ્ત

Advertisement

ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. આસ્થા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝની પાછળ મીઠાના અગરો પાસે ખુલ્લી જગ્યામાં અંગ્રેજી દારૂૂની કટિંગ કામગીરી દરમિયાન પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે રૂૂ. 24.64 લાખની કિંમતનો વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા જથ્થામાં 750 મિલીની 360 બોટલો, 375 મિલીની 1,645 બોટલો, 180 મિલીની 3,456 બોટલો અને 500 મિલીના 1,176 બિયર ટીન મળી આવ્યા છે. પોલીસે દારૂૂની હેરાફેરી માટે વપરાયેલ ટેન્કર અને સ્કોર્પિયો કાર સહિત કુલ 59.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

પોલીસે વિશાલ ધરમશીભાઈ મ્યાત્રા (રહે. ગળપાદર) અને મુકેશ ખીમજીભાઈ હુંબલ (રહે. પડાણા)ની ધરપકડ કરી છે. ટેન્કરના ચાલક/માલિક અને સ્કોર્પિયોના ચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી વિશાલ મ્યાત્રા વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં મારામારી, જુગાર અને પ્રોહીબીશનના કુલ સાત કેસ નોંધાયેલા છે. મુકેશ હુંબલ વિરુદ્ધ બે પ્રોહીબીશનના ગુનાઓ દાખલ થયેલા છે. આ સમગ્ર કામગીરી એલસીબી પીઆઇ એન એન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement