રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

16 વર્ષે બાવો બોલ્યો, ભુજના નિવૃત્ત ના.કલેકટરની ધરપકડ

11:15 AM Jul 15, 2024 IST | admin
Advertisement

જમીનના ત્રણ કેસમાં સરકારને રૂા.79.68 લાખનું નુકસાન પહોંચાડ્યું

Advertisement

આજથી 16 વર્ષ પહેલા ભુજના નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા જે.ડી.જોશીએ પોતાની સત્તાની ફરજોથી ઉપરવટ જઈને જમીનોના હુકમ કરી સરકારને 79.68 લાખનું નુકસાન પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મહેસૂલ વિભાગની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ગઇકાલે બહુચરાજીથી ધરપકડ કરવામાં આવી છે અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ભુજ ગ્રામ્યના મામલતદાર ભરતભાઈ શાહે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, મહેસુલ તપાસણી કમિશનરના હુકમથી ભુજ પ્રાંત અધિકારીની કચેરીમાં ગત તારીખ 31/05 થી 03/06 દરમિયાન આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તત્કાલિન પ્રાંત અધિકારી જે.ડી.જોશીએ પોતે રાજ્ય સેવક હોવા છતાં સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી ફરિયાદ નોંધાવાઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

ભુજ તાલુકાના માધાપર ગામના અરજદાર રામજી શામજી પીંડોરીયાની માધાપરના જુના સર્વે નંબર 1044 અને નવા સર્વે નંબર 365/1 એકર 7.30 ગુંઠા જમીન જે સરકાર હતી જે જમીન અંગે દબાણો નિયમબદ્ધ કરી આપવા બાબતે લેન્ડ રેવન્યુ કોડની કલમ 135 (એમ) હેઠળ ગેરકાયદે કેસ ચલાવી સરકાર થયેલી જમીન અરજદારને વિનામૂલ્યે આપી સરકારને ₹3,54,400 નું આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું. અન્ય અરજદાર એશિયા મોટર વર્કસ લિમિટેડ બિનખેડૂત હોવા છતાં તારીખ 31/01/2006 ના કરવામાં આવેલી અરજીના આધારે અરજદારની ખેતીની જમીન એકર 2.01 ગુંઠા વધારા બાબતે પોતાની પાસે અધિકાર ન હોવા છતાં જમીનનું દબાણ નિયમબદ્ધ કરવાની સ્થાયી સૂચના મુજબ અઢી ગણું પ્રીમિયમ લેવાને બદલે માત્ર 81,950 નજીવી રકમ લઈ અરજદારને આર્થિક ફાયદો પહોંચાડવા સારું સરકારને 39,26,600 નું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ત્રીજા અરજદાર દિલીપકુમાર શ્યામદાસ કબીરપંથીએ ગત તારીખ 20/02/2007ના કરેલી અરજીમાં ભુજ સર્વે નંબર નવા 839/1 એકર 8.23 ગુંઠા અને 832/2 માં 2.23 ગુંઠા મળી કુલ 11.06 ગુંઠામાં માપણી વધારો અને 3 એકર ગુઠા જમીન નિયમિત કરી આપવાની માગણી વધારો સામે જોગવાઈ ન હોવા છતાં ગેરકાયદે હુકમ કરીને સરકારને દબાણ નિયમિત કરવાના અઢી ગણાં દંડની રકમ રૂૂપિયા 15,78,225 ના વસુલી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. તેવી જ રીતે સૃજન ટ્રસ્ટ વતી મેનેજિંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફે ગત તારીખ 22/01/2008 ના રોજ અરજી કરી હતી. જેમાં પધ્ધરના જુના સર્વે નંબર 47 પૈકી એકર 4.06 ગુઠા તથા જુના સર્વે નંબર 47 પૈકી 4.05 ગુઠા કુલ જમીન એકર 8.11 ગુંઠા અને નવા સર્વે નંબર 705 પૈકી એકર 4.07 ગુંઠા તથા 705 પૈકી બે 4.08 ગુઠા કુલ ક્ષેત્રફળ એકર 8.15માં માપણી વધારો એકર 0.04 ગુઠા નિયમિત કરવા માંગણી મુક્તી અરજી કરવામાં આવી હતી.

આ અરજી કામે દબાણ નિયમબદ્ધ કરવાની માંગણી અંગે જરૂૂરી કાર્યવાહી ન કરી જમીનનું દબાણ નિયમિત કરી 1.08 લાખ પ્રીમિયમ લેવાના બદલે માત્ર 10 રૂૂપિયા જેવી નજીવી રકમ વસૂલી સરકારને 1.08 લાખનું આર્થિક નુકસાન કર્યું હતું. આરોપીએ ઉપરોક્ત 4 અરજદારોની અરજી સંદર્ભે સરકારી ધારા ધોરણો અને નીતિ નિયમ મુજબ કરવાની થતી કાર્યવાહી ન કરી! રાજ્ય સેવકની ફરજ ન નિભાવી, કાયદાના આદેશની અવજ્ઞા કરી સરકારને કુલ રૂૂપિયા 79,67,555 નું આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ શરૂૂ કરવામાં આવી છે.
ગુજરાત સરકારના મહેસુલ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ફરિયાદ દાખલ કરવા સૂચના અપાતા કચ્છ કલેકટર દ્વારા ભુજ ગ્રામ્ય મામલતદારને પોલીસમાં ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી. જે બાદ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. નોંધનીય છે કે, આરોપી પ્રાંત અધિકારી હાલમાં નિવૃત્ત છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 28 માર્ચ 2007 થી 30 એપ્રિલ 2008 દરમિયાન તત્કાલીન પ્રાંત અધિકારીએ આ જમીન કૌભાંડ આચર્યું હતું. હાલમાં તેઓ નિવૃત્ત હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
bhuj colectorgujaratgujarat newskachchkachchnews
Advertisement
Next Article
Advertisement