ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કંડલા સેઝમાં કપડાની બે ફેક્ટરીમાં લાગેલી આગ

05:11 PM Feb 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેક્ટર-2માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્ષપોલી નામની બે કપડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. યુનિફોર્મ સહિતના કપડા બનાવતી આ ફેક્ટરીઓમાંથી એક કર્ણાટકના ઉદ્યોગપતિની માલિકીની છે.

Advertisement

આગ બુઝવની કામગીરીમાં ખાનગી એકમના બે ફાયર ફાઈટર અને મનપાના ફાયર બ્રિગેડની ચાર ગાડી મળીને કુલ છ અગ્નિશમન વાહનો જહેમત લઈ રહ્યા છે.
પ્રથમ એક ફેક્ટરીમાં શરૂૂ થયેલી આગે ધીમે ધીમે બીજી ફેક્ટરીને પણ પોતાની ચપેટમાં લીધી હતી. આગની જાણ થતાં જ ખાનગી એકમના ફાયર ફાયટરો અને મહાનગરપાલિકાના અગ્નિશમન વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અગ્નિશમન વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હજુ ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ આગને કારણે લાખો રૂૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે, જો કે કોઈ જાનહાની થઈ નથી.

Tags :
firegujaratgujarat newskandalakandala news
Advertisement
Advertisement