રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોત

02:08 PM Jan 15, 2025 IST | Bhumika
Advertisement

ગાંધીધામમા આવેલી શ્રીરામ સોસાયટીમા રહેતો યુવાન પોતાની 10 માસની પુત્રીને લઇને અગાસી ઉપર પતંગ ચગાવવા માટે ગયો હતો પતંગ ચગાવી યુવાની પુત્રી સાથે પરત નીચે ફરી રહયો હતો તે દરમ્યાન પતરુ તુટી પડતા પિતા - પુત્રી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલી 10 માસની બાળકીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કચ્છના ગાંધીધામમા આવેલી શ્રીરામ સોસાયટીમા રહેતા પ્રવીણ મનજીભાઇ પરમાર નામનો યુવાન પોતાની 10 મહીનાની પુત્રી દિયાંશી પરમારને તેડીને અગાસી ઉપરથી નીચે ઉતરતો હતો ત્યારે પતરા ઉપર પગ મુકતા પતરુ તુટી પડયુ હતુ. પતરુ તુટતા પિતા - પુત્રી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલી 10 માસની બાળકીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમા ખસેડવામા આવી હતી જયા માસુમ બાળકીનુ સારવાર કારગત નિવડે તે પુર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી માસુમ બાળકીને નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

આ અંગે પ્રાથમીક પુછપરછમા મૃતક બાળકી એકના એક ભાઇની એકની એક લાડકી બહેન હતી. પિતા પ્રવીણભાઇ પરમાર પુત્રી દિયાંશી પરમારને લઇને અગાસી પર પતંગ ચગાવવા ગયો હતો. પતંગ ચગાવીને પ્રવીણ પરમાર પુત્રીને તેડી પરત નીચે ઉતરતો હતો ત્યારે અકસ્માતે પતરા પર પગ મુકાઇ જતા પતરુ તુટી પડતા પિતા - પુત્રી નીચે પટકાયા હતા. જેમા ગંભીર રીતે ઘવાયેલી 10 વર્ષની બાળકીનુ મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
child deathgujaratgujarat newsKutchKutch news
Advertisement
Next Article
Advertisement