કચ્છમાં મધરાત્રે 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
12:15 PM Sep 25, 2025 IST
|
Bhumika
Advertisement
નવરાત્રીના ત્રીજા નોરતે રાત્રે 1:46 વાગ્યે કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભુજના ખાવડા ગામથી ઉત્તર-પશ્ચિમ દિશામાં 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાન સરહદ નજીક હતું.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરે આ આંચકાની નોંધ કરી હતી. માધ્યમ તીવ્રતાના આ આંચકાની સ્થાનિક સ્તરે કોઈ અસર જોવા મળી નથી. જોકે, એક જ સપ્તાહમાં આ ત્રીજો આંચકો હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
Advertisement
કચ્છ પ્રદેશમાં ભૂગર્ભીય હલચલને કારણે વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. 2001ના વિનાશક ભૂકંપ બાદથી આ વિસ્તારમાં નાના-મોટા આંચકાઓનો સિલસિલો ચાલુ છે. સતત આવતા આંચકાઓને કારણે લોકોમાં મોટા ભૂકંપની દહેશત છે. સંબંધિત વિભાગે આ આંચકાઓનું નિયમિત વિશ્ર્લેષણ કરી લોકોને માહિતગાર કરવા જોઈએ.
Next Article
Advertisement