કચ્છના ખાવડા પાસે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
01:29 PM Jun 20, 2025 IST
|
Bhumika
Advertisement
કચ્છ જિલ્લામાં આજે વહેલી પરોઢે 2:40 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભુજ તાલુકાના દુર્ગમ ખાવડા વિસ્તારથી 24 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં આ આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ગાંધીનગર સ્થિત સિસમોગ્રાફી કચેરી ખાતે આ આંચકાની તીવ્રતા 2.7 નોંધાઈ હતી.
Advertisement
ભૂકંપ ઝોન-5માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં સમયાંતરે સામાન્યથી મધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા નોંધાતા રહે છે. સિસ્મોગ્રાફી મશીન દ્વારા આ આંચકાઓ અંકિત કરવામાં આવે છે. નિર્જન વિસ્તારમાં આવેલા આ આંચકાની આસપાસના વિસ્તારમાં કોઈને અનુભૂતિ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 7 તારીખે પણ ખાવડાથી 60 કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 2.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. કચ્છ વિસ્તારમાં આવા નાના-મોટા આંચકાઓનો સિલસિલો સતત ચાલુ રહેવા પામ્યો છે.