ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કચ્છમાં હર્ષ સંઘવીની હાજરીમાં કરોડોનાં ડ્રગ્સનો નાશ

01:28 PM Jul 24, 2025 IST | Bhumika
Advertisement

અલગ અલગ 28 કેસમાં કોકેઈન, ચરસ, કોડીનયુકત સિરપ, ગાંજો, મેફેડ્રોન, પોષડોડા સહિતનું ડ્રગ્સ ઝડપાયું હતું

Advertisement

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજ રોજ કચ્છની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહીમાં ઉપસ્થિત રહ્યા હતાં.

પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગઉઙજ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોનો આવતી કાલે નાશ કરવામાં આવશે. નામદાર કોર્ટમાંથી મુદ્દામાલના નાશ માટે મંજૂરી મેળવ્યા બાદ, રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છના 11, પશ્ચિમ કચ્છના 16 અને મોરબી જિલ્લાનો 1 કેસ મળી કુલ 28 કેસનો મુદ્દામાલ નાશ કરવામાં આવશે. જેમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ 82.616 કિલોગ્રામ કોકેઈન, જેની અંદાજિત કિંમત રૂૂપિયા 8,26,16,00,000/- (આઠસો છવીસ કરોડ સોળ લાખ) છે.
માંડવી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલુ 105.428 કિલોગ્રામ ચરસ (હશીશ), જેની અંદાજિત કિંમત રૂૂપિયા 44,57,50,000/- (ચુંમાલીસ કરોડ સત્તાવન લાખ પચાસ હજાર) છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 8986.2 લીટર કોડીનયુક્ત સિરપ (બોટલ નંગ 89862), જેની અંદાજિત કિંમત રૂૂપિયા 1,84,64,843/- (એક કરોડ ચોર્યાસી લાખ ચોસઠ હજાર આઠસો ત્રેતાળીસ) છે.

ઉપરોક્ત કેસો ઉપરાંત, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા અન્ય 25 કેસોમાં જપ્ત કરાયેલા ગાંજો, કોકેઈન, ચરસ, મેફેડ્રોન, પોષડોડા વગેરે સહિત પશ્ચિમ કચ્છનો કુલ 129.368 કિલોગ્રામ અને પૂર્વ કચ્છ ગાંધીધામનો 74.213 કિલોગ્રામ માદક પદાર્થ પણ નાશ કરવામાં આવશે.
આમ, ત્રણેય પોલીસ જિલ્લાનો મળીને કુલ 391.625 કિલોગ્રામ અને 8986.2 લીટર માદક પદાર્થનો નાશ કરવામાં આવશે. આ કાર્યવાહી રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને કમિટીના સભ્યોની હાજરીમાં, તેમજ ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષની હાજરીમાં મે. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. ખાતે કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ (ભઠ્ઠી) માં વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવી હતી. આ કાર્યવાહી ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

Tags :
gujaratgujarat newsharsh sanghaviKutchKutch news
Advertisement
Next Article
Advertisement