For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાં ભેદી તાવ બાદ મેડીકલ ટીમો દ્વારા ડોર ટુ ડોર સરવે

11:45 AM Sep 10, 2024 IST | Bhumika
કચ્છમાં ભેદી તાવ બાદ મેડીકલ ટીમો દ્વારા ડોર ટુ ડોર સરવે
Advertisement

કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યોને આવતા આરોગ્ય વિભાગની ટીમ યુદ્ધનાં ધોરણે કામ કરી રહી છે. જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનો પ્રમાણ વધ્યું છે, જેમાં કેટલીક જગ્યાઓએ ડેન્ગ્યું, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોના કેસ નોંધાયા છે. રાજ્યમાં કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યાને આવ્યા છે. જેના પગલે જિલ્લાના 13 નાગરિકોનું અવસાન થયું હતું. આ શંકાસ્પદ પ્રથમ કેસ કચ્છ જિલ્લામાં તા.04 સપ્ટેમ્બર 2024ના રોજ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી.

કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકાની આરોગ્ય વિભાગની કામગીરીની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગની 27 ટીમો યુદ્ધના ધોરણે નહાઉસ ટુ હાઉસ સર્વેથનું કામ કરી 318 ઘરો પૈકી 2234 લોકોનું આરોગ્ય લક્ષી સ્ક્રીનીંગ કર્યું હતું. જેમાં 48 જેટલા શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા હતા. તાલુકામાં દરેક તાવના દર્દીઓનો મલેરિયા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં બે દર્દીઓ ઝેરી મેલેરિયા પોઝિટિવ આવેલા હતા અને એક દર્દી ડેન્ગ્યું પોઝિટિવ આવ્યો હતો. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, તંત્ર દ્વારા નહાઉસ ટુ હાઉસથ દરમ્યાન એન્ટી લારવલ એક્ટીવીટી તેમજ 1955 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ તાવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની એપીડેમીક અને વેક્ટર બ્રોન વિભાગની ટીમ. મેડીકલ કોલેજ અદાણી અને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની રેપીડ રીપોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મરણ પામેલ અને આજુ બાજુના ઘરોની મુલાકાતમાં શંકાસ્પદ તાવના દર્દીઓના વધુ તપાસ માટે લોહીના અને ગળા/નાકના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Advertisement

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, તા. 08 સપ્ટેમ્બર 24ના રોજ રાજકોટ અને અદાણી મેડીકલ કોલેજની ટીમ દ્વારા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ સાથે થયેલ કામગીરીની અને વધુ કાર્યવાહી કરવા માટે બેઠક કરવામાં આવી હતી. અદાણી મેડીકલ કોલેજની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા કરેલ ઇન્વેસ્ટીગેશન કેસોનું બ્લડ સેમ્પલ. સીઝનલ ફલુ, કોવીડ-19 અને બ્લડ સીરમ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં 11 દર્દી પૈકી એક દર્દી સિઝનલ ફલુ (ઇં3ગ2)પોઝિટિવ આવ્યો હતો. તેમજ તમામ 11 સેમ્પલ કોવિડ-19 નેગટીવ આવ્યા હતા. જે સેમ્પલ મેડીકલ કોલેજ રાજકોટ, ઈંઈખછ ગઈંટ ઙીક્ષય ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

મેલેરિયા ડેન્ગ્યુ અને સિઝનલ ફલુ પોઝિટિવ આવેલ તમામ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ દર્દીઓની તબિયત સારી છે. લખપત અને અબડાસાના 06 ગામોમાં આલ્ફા સાઈફરમેથરીન આઇઆરએસ અને મેલેથિયન છંટકાવ કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. સાથોસાથ ગામોની શાળાઓમાં મેડિકલ ઓફિસરની ટીમો દ્વારા વિઝીટ કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ઓફિસની ટીમ દ્વારા ઓપીડી શરૂૂ કરી દેવામાં આવી છે. મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને અન્ય પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા સધન સર્વલન્સની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત છે. સીઝનલ ફલુ અને મેલેરિયાની તમામ દવાઓ અને લોજીસ્ટીક પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વધુ ટીમ માટે અન્ય તાલુકામાંથી પણ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફની પ્રતિનિયુક્તિ કરવામાં આવી રહી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું

સેમ્પલમાં સિઝનલ ફલૂ, ફાલ્સીપેરમ મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગ થયા હોવાનું સામે આવ્યું
અદાણી મેડિકલ કોલેજની રેપિડ રિસ્પોન્સ ટીમે 11 દર્દીના લીધેલાં સેમ્પલ પૈકી એક દર્દીને સિઝનલ ફ્લુ હોવાનું સ્પષ્ટ થયું છે. કલેક્ટર અરોરાએ ઉમેર્યું કે ફાલ્સીપેરમ મેલેરિયાના બે કેસ અને એક કેસ ડેંગ્યુનો હોવાનું સ્પષ્ટ થયું છે. ખાસ કરીને, આ દર્દીઓ પૈકી કોઈને કોવિડ, સ્વાઈન ફ્લુ, ટાઈફોઈડ કે લેપ્ટોસ્પાયરોસીસ ના હોવાનું સ્પષ્ટ થયું છે. વધુ તપાસ માટે 6 સેમ્પલ પૂણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી ખાતે મોકલાયાં છે. એક મૃતકનું સેમ્પલ પણ મોકલાયું છે. મૃતકોમાં અલગ અલગ વય જૂથના લોકો અને અલગ અલગ રહેણાંક જૂથના લોકો હોવાના આધાર પર કલેક્ટર અરોરાએ આ રોગચાળો સંસર્ગજન્ય (કોમ્યુનિકેબલ) હોવાની શક્યતા નકારી કાઢી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement