For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે વિકાસ ઢાંકી દેવાયો

12:09 PM Mar 01, 2025 IST | Bhumika
કચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત ટાણે વિકાસ ઢાંકી દેવાયો

Advertisement

રાષ્ટ્રપતિની ગુજરાત-કચ્છની મુલાકાત ટાણે VIP ક્લચર જોવા મળ્યું હતું. ઝેડ પ્લસ સિક્યોરિટી અને પ્રોટોકોલની આડમાં સરકારે બે દિવસ માટે ધોળાવીરાની સાઈટ સામાન્ય લોકો માટે બંધ કરી દીધી છે. કચ્છના પાટનગર ભુજમાં આવેલા ભુજીયા ડુંગરના સ્મૃતિવનમા પણ લોકો શુક્રવાર માટે પ્રતિબંધ નાખી દેવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કચ્છ-ભુજની મુલાકાત ટાણે પડદા પાડી દેતા જાણે કે ગુજરાતના વિકાસને ઢાંકી દેવાયો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.

ભુજના મુખ્ય માર્ગો ઉપર આવેલા લારી-ગલ્લાવાળાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની નજરે ન પડે તે માટે તેમની ઉપર પડદા પાડી દેવામાં આવ્યા છે. જેને લઈને ભુજમાં લોકો એમ ચર્ચા છે કે, રોડ ઉપરના લારી-ગલ્લાં ને તો પડદા પાડીને છુપાવી દીધા પરંતુ તૂટી ગયેલા અને પાણી ભરાઈ ગયેલા રોડને કેમ છુપાવશો ? અગાઉ વડાપ્રધાન મોદીની તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત ટાણે પણ ભુજમાં સરકારી મશીનરી દ્વારા આવી જ હરકત કરવામાં આવી હતી.

Advertisement

રાષ્ટ્રપતિ મુર્મુની કચ્છ-ભુજની મુલાકાત પહેલા જાહેર મુખ્ય માર્ગ ઉપર બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરને પણ ઝેડ પ્લસ સિક્યોરિટી અને પ્રોટોકોલની આડમાં હટાવી દેવામાં છે. જેને લીધે બે દિવસમાં આ માર્ગ ઉપર વાહનો અથડાવાના બનાવો પણ બન્યા હતાં.

કચ્છમાં સફેદ રણની સાથે સાથે ધોળાવીરાની પુરાતન સાઈટને જોવા અનેક લોકોએ મહિનાઓ અગાઉ બુકીંગ કરાવી દીધું હતું. આ લોકોને તે વેળાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કચ્છ મુલાકાતની ખબર ન હતી. હવે આ લોકોને તેમનો ટુર પ્રોગ્રામ કાં રદ્દ કરવો પડ્યો છે અથવા તો ફેરફાર કરવો પડી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement