ઘંટેશ્ર્વર 25 વારિયામાં ગાંજાની પડીકી વહેંચતા પુત્રવધૂ ઝડપાઇ, સાસુ ભાગી છૂટી
ગાંધીગ્રામ પોલીસે 908 ગ્રામ ગાંજો જપ્ત કર્યો, ગાંજો ક્યાંથી આવ્યો? તપાસ શરૂ
ઘંટેશ્વર 25 વારીયા કવાટર્સ પાસે પોલીસે દરોડો પાડી સાસુ-વહુ દ્વારા ચાલતાં ગાંજાના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ગાંજાના જથ્થા સાથે વહુ પકડાઈ ગઈ હતી. જ્યારે સાસુ ફરાર થઈ જતા ગાંધીગ્રામ પોલીસે તેની શોધખોળ આદરી હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશન બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડિસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇ દ્વારા શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન તેમજ ખાસ ડ્રાઇવ અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર મેઘાણીની રાહબરીમાં ડી-સ્ટાફ પીએસઆઇ વી.ડી.રાવલીયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે હેડ કોન્સ્ટેબલ રવીભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી અને કોન્સ્ટેબલ મુકેશ સબાડને જામનગર હાઇવે ઘંટેશ્વર 25 વારીયા કવાટર્સ, રેલ્વે પાટા પાસે, જામવાડીની ફોલ્ડીંગ દિવાલ પાસે ક્વાટર્સમાં રહેતી મહિલા પાસે ગાંજાનો જથ્થો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી કિરણબેન રવિ મકવાણા (ઉ.વ.25) પાસેથી 908 ગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડી કુલ રૂૂ.8080 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સાસુ-વહુ ગાંજાનો જથ્થો રાખી છૂટકમાં વેંચાણ કરતાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે દરોડા વખતે પકડાયેલ મહિલાની સાસુ ભાગી જતા પોલીસે તપાસ આદરી છે.તેણી પકડાયા બાદ ગાંજો ક્યાંથી લાવી તેનો ખુલાસો થશે.હાલ ગાંધીગ્રામ પોલીસે તપાસ યથાવત રાખી છે.