For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજ-ભચાઉ રૂટની ચાલુ એસટી બસમાં કંડક્ટરને હાર્ટએટેક આવતાં મોત

05:03 PM Feb 07, 2025 IST | Bhumika
ભુજ ભચાઉ રૂટની ચાલુ એસટી બસમાં કંડક્ટરને હાર્ટએટેક આવતાં મોત

હોસ્પિટલ લઈ જવાયા પરંતુ સારવાર કારગત ન નીવડી : પરિવારમાં શોક

Advertisement

ભુજથી ભચાઉ જતી એસટી બસમાં ચાંદ્રાણી અને નવાગામ વચ્ચે ચાલુ બસે બસના આધેડ વયના ક્ધડક્ટરને છાતીમાં દુ:ખાવો ઉપડતાં પ્રથમ દુધઇ હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે ભુજ લઇ જવાયા હતા પણ તેમનો કરૂૂણ મોત નિપજ્યો હતો.
મુળ હળવદમાં એસટી વિભાગમાં બસ ચાલક તરીકે ફરજ બજાવતા નવઘણભાઇ ખેંગારભાઇ ખટાણાએ હોસ્પિટલમાં નોંધાવેલી એમએલસીમાં જણાવ્યા મુજબ, ગુરૂૂવારે વહેલી સવારે તેઓ તેમના સહાયક ક્ધડક્ટર મૂળ ભચાઉ તાલુકાના લલિયાણાના ગોપાલભાઇ ગોવાભાઇ ચાવડા (ઉમર વર્ષ 56) સાથે ભુજ-ભચાઉ રૂૂટની બસ લઇને નિકળ્યા હતા.

સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં બસ ચાંદ્રાણી થી નવાગામ વચ્ચે પહોંચી ત્યારે ક્ધડક્ટર ગોપાલભાઇને છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેમને પ્રથમ દુધઇ સરકારી હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે ભુજ જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં જ ક્ધડક્ટરે દમ તોડ્યો હતો. ભચાઉ એસટી ડેપોના મેનેજર મયુરભાઈ ચાવડાએ જણાવ્યું કે ગોપાલભાઈ ચાવડા વર્ષોથી ભુજ-ભચાઉ રૂૂટમાં પોતાની ફરજ બજાવતા હતા.તેમના મિલનસાર સ્વભાવને લઈને બસના પ્રવાસીઓ અને સાથે ફરજ બજાવતા ડ્રાઇવર કંડક્ટરોમાં સારી નામના ધરાવતા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement