મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા
100 મેટ્રીક ટન જેટલું વજન ધરાવતો જથ્થો આર્ટીફિશિયલ ફલાવર્સ અને પ્લાસ્ટિક મેટના નામે મંગાવી દાણચોરીનો ખેલ ઉંધો
ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત સપ્તાહે ઓપરેશન ફાયર ટ્રેઈલ હાથ ધરાયું હતું. જેમાં મુંબઈ અને કચ્છના પોર્ટ અને કાસેઝમાં મીસ ડિક્લેર કરીને ઈમ્પોર્ટ કરાયેલા 35 કરોડની કિંમતના ચીની ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં ઈમ્પોર્ટર પેઢીના એક ભાગીદારની અટક કરીને ડીઆરઆઈએ જેલ હવાલે કરી દીધો છે.
ડીઆરઆઈ દ્વારા એક મોટી કાર્યવાહી મુંદ્રા પોર્ટ, કાસેઝમાં હાથ ધરવામાં આવી છે. જે અંગે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સે હવે સતાવાર સમર્થન આપી વિગતો આપતા જણાવ્યું કે ડીઆરઆઈ દ્વાઆ ઓપરેશન ફાયર ટ્રેઈલ હાથ ધરાયું હતું. જેમાં મુંબઈના નેવાશીવા, મુંદ્રા પોર્ટ અને કંડલા કાસેઝમાં આવી રહેલા 35 કરોડની કિંમતના ચીની ફટાકડાનો જથ્થો પકડાયો છે.
આ જથ્થો 100 મેટ્રીક ટન જેટલુ વજન ધરાવે છે અને કાસેઝ યુનિટ કાર્ગો કેરમાં મીની ડેકોરેટીવ પ્લાન્ટ્સ, આર્ટીફિશ્યલ ફ્લાવર્સ અને પ્લાસ્ટીક મેટના નામે મીસડિક્લેર કરાયો હતો. આ તમામ ક્ધસાઈમેન્ટ કાસેઝથી રુટેડ થતા હતા, જેમાં ડીટીએ મારફતે યુનિટ જે ભાગીદાર હતી તેના એક ભાગીદારને ડીઆરઆઈએ પકડી પાડીને કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
આ ફટાકડાઓ ભારતમાં પ્રતિબંધીત આઈટમોની લીસ્ટમાં સુચિત છે અને ડીજીએફટી અને પેટ્રોલીયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગનાઈઝેશન દ્વારા પરવાના પ્રાપ્ત યુનિટજ તેને મંગાવી શકે છે, જેમાં રેડ લીડ, કોપર ઓક્સાઈડ અને લીથીયમ વગેરે હોય છે. જન સુરક્ષા અને સરકારી નીતિઓની રક્ષા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ડીઆરઆઈએ જણાવ્યું હતું.